સિહોરમાં આખલા પર એસીડ એટેક જીવદયા પ્રેમીઓમાં ફેલાયેલો રોષ

1231

શિહોર શહેરમાં રામનાથ રોડ,  કાંગસિયા વાડ,તેમજ ઢસાપા વિસ્તારની આસપાસ મૂંગા ઢોર ફરતા હોય છે. જેમાં એક ખુટિયાની ઉપર કોઈ અસામાજિક તત્વ અથવા કોઈ નાલાયક માણસે આ ખુટિયા ઉપર ગરમ પાણી અથવા એસિડ ફેકવાથી આ મૂંગા અને અબોલ પશુનું એક સાઈડનું પડખું એકદમ ઉપસી આવેલ અને ખૂબ જ હેરાન થતો હતો.પરંતુ ત્યાં વિસ્તારના લોકો અને છોકરાઓ દ્વારા સારવાર કરતા થોડો ઘણી રાહત થતા શિહોરના જાગૃત નાગરિક અને સેવાભાવી નટુભાઈ ત્રિવેદી તથા દેવાભાઈ એ આ વિશે ગંભીર નોંધ લઈ જીવદયા પ્રેમી સંસ્થા અને ગૌરક્ષકના લોકો તથા નગરપાલિકાના ટ્રેકટર દવારા મદદરૂપ બનતા આવા એક અબોલ મૂંગા પશુને સારવાર મળી જાય તો જીવ બચી જાય.આમ ભારે જહેમત ઉઠાવતા આખરે પકડીને ભાવનગર જીવદયા સંસ્થામાં મોકલી આપેલ.

કેટલા નિર્દયી આ લોકો હશે કે એક અબોલ અને મૂંગા નિર્દોષ પશુ ઉપર આવું કૃત્ય કરેલ. આવા રખડતા ઢોર બિચારા રખડીને પ્લાસ્ટિક અને કચરો ખાઈને જીવતા હોવા છતાં પણ આવા નિષ્ઠુર લોકો દ્વારા આવું ભયંકર કૃત્ય કરવામાં આવ્યું જે ખરેખર નિંદનીય છે.

Previous articleમો.ચા. રાજગોર છાત્રાલયમાં પ્રમુખ પદે ગીરીશભાઇ પંડ્યાની વરણી
Next articleગોદડીયા આશ્રમ બાઢડા ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે