ભાવનગર પોલીસે આજે પૂર્વ બાતમીનાં આધારે શહેરનાં ભાવનગર પરા રેલ્વે કોલોની તથા વડવા વિસ્તારમાં ચાલતા કુટણખાના ઉપર દરોડા પાડીને લોહીનો વેપાર કરતી આંઠ મહિલાઓ અને ૩ પુરૂષ ગ્રાહકને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર રેન્જ આઈ.જી. અને એસ.પી. ભાવનગર દ્વારા શહેરમાં ચાલતા દેહ વ્યાપાર અને અનૈતિક પ્રવૃત્તિઓને નેસ્ત-નાબુદ કરવાની આપેલી સુચનાથી સીટી ડીવાયએસપી ઠાકર અને બોરતળાવ પો.સ્ટે.ના પી.આઈ. રાવલનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભાવનગર પરા રેલ્વેકોલોનીમાં જુની ટીબી હોસ્પિટલ પાછળ રેલ્વે ક્વાર્ટર રૂમ નં. ૧૦૨ એમાં રહેતા ફીરોઝ ઉર્ફે લાલો એહમદભાઈ મકવાણા બહારથી લલનાઓ બોલાવી અને ગ્રાહકો બોવાવી દેહ વ્યાપાર કરાવતો હોવાની બાતમી મળતા દરોડો પાડતા છ મહિનાઓ તથા ગ્રાહકો તરીકે આવેલા અસલમ એહમદભાઈ મકવાણા ઉ.વ.૨૪ રહે રેલ્વે ક્વાર્ટર, રેલ્વે કોલોની તથા સાહિલ ઈબ્રાહીમભાઈ શેખ ઉ.વ.૨૪ રહે શિશુવિહાર સર્કલ શેરી નં.૧૦ વાળો મહિલાઓ સાથે કઢંગી હાલતે મળી આવતા તમામની અટકાય કરેલ જ્યારે ફીરોઝ ઉર્ફે લાલો એહમદભાઈ મકવાણા જે આ ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કમિશન લઈને સવલતો પુરી પાડતો તે મળી આવેલ નહી પોલીસે મહિલાઓને જવા દઈને ત્રણેય પુરૂષો વિરૂધ્ધ અનૈતિક ધારાની કલમ ૩-૪-૫ મુજબ ગનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.
આ ઉપરાંત શહેરનાં વડવા વિસ્તારમાં એસબીઆઈ બાજુમાં આવેલ જ્યોતિ ફલેટનાં બીજા માળે ચાલતા કુટણખાનામાં નિલમબાગ પો.સ્ટે.નાં પ્રોહી. ડીવાયએસપી આર.એન. રાઠવા સહિત સ્ટાફે દરોડો પાડતા બે મહિલાઓ અને ગ્રાહક તરીકે આવેલા ચિત્રા વિસ્તારનાં યુવાન જયમીત ઉર્ફે રાજુભાઈ ભોળાભાઈ કાનામીયા ઉ.વ.૨૪ કઢંગી હાલતે મળી આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી અનૈતિક પ્રવૃત્તિઓની કલમ વડે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ આ બનાવથી વડવા વિસ્તારમાં લોકોનાં ટોળા એકઠા થયા હતા. આમ શહેરનાં અલગ અલગ બે વિસ્તારમાં ચાલતા કુટણખાનાં પર દરોડા પાડીને પોલીસે ૮ મહિલાઓને ૩ પુરૂષ મળી ૧૧ને ઝડપી લીધા હતા સમગ્ર બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામેલ છે.