દામનગર શહેર ભરની શેરી ગલી મુખ્ય બજારો સહિત વિવિધ વિસ્તારની પ્રગતિ થઈ પણ પરમાર્થ વગરની સર્વત્ર વિકાસની દોટમાં પરમાર્થ ભુલાયું ભૂગર્ભ ગટરોના કારણે નાના મોટા પશુ પક્ષીઓ અબોલ જીવો શ્વાન સહિત પીવાના પાણી વગર ટળવળે છે વિકાસ ની આંધળી દોટમાં ક્યાંય પણ નાના મોટા પશુ પક્ષી અબોલ જીવો શ્વાન સહિતના જીવોને પીવાનું પાણી ન મળતા જીવના જોખમે ક્યારેક ઝડફ પણ કરી લે છે ભૂગર્ભ ગટરો થતા શ્વાન ગાય વાછરડા નાના મોટા પશુ પક્ષી સહિતના પ્રાણીઓ શહેરના આંબેડકરનગરની ખુલ્લી ગટરમાં પડી પાણી પી તૃપ્તિ તો મેળવે છે પણ ગટરમાંથી બહાર ન નીકળી શકવા થી ગટરમાં જ મૃત્યુ પામે છે આ ઘટના એક બે નહિ રોજ ની છે દામનગર શહેરનો ખુબ વિકાસ થાય રોડ રસ્તા પાક બને તે સારી વાત છે પણ વિકાસના કારણે કુદરતી પ્રકૃતિના ખોળે ઉછળકુદ કરતા અબોલ જીવોના અધિકાર સમાપ્ત કેમ ? પ્રગતિની દોટમાં પરમાર્થ પરોપકાર જીવદયા વગરનો વિકાસ માનવીય સાથે જોડાયેલ જીવો નું શુ ? શહેરભરના રસ્તા પેવર બ્લોકથી મઢી દેવાયા પણ શ્વાન સહિત અબોલ જીવોના પીવાનું પાણી ક્યાં ? ઘણી વખત પીવાના પાણી માટે પ્રાણીઓ દ્વારા ઝડફ થવાના કિસ્સા આંખ ઉધડનારા છે પ્રગતિ પણ પરમાર્થ પરોપકાર જીવદયા વગરની છે ધર શેરી ગલીઓમાં નાના કુંડા પીવાના પાણીની નાની ટાંકીઓ મૂકી આ સમસ્યા નિવારી શકાય છે.