આઇસીસી વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ઇન્ડિયાની હાર બાદથી ભારતના ધાકડ વિકેટ કીપર અને બેટ્સમેન મેહન્દ્ર સિંહ ધોનીની ક્રિકેટથી સન્યાસ લેવાની ખબર ચર્ચામાં છે. ધોનીના સન્યાસની ચર્ચાથી સેલિબ્રિટીઝની સાથે ફેન્સ પણ ઝાટકો લાગ્યો છે. મેહેન્દ્રસિંહ ધોનીના ક્રિકેટ સન્યાસની ખબરોની વચ્ચે લત્તા મંગેશકર બાદ હવે જાવેદ અખ્તરે ધોનીને સન્યાસ ન લેવા કહ્યું છે.
હાલમાં જાવેદ અખ્તરે તેના ટિ્વટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જાવેદે લખ્યું, એમ એસ ધોની મધ્ય ક્રમના બેટ્સમેન અને વિકેટકીપરના રૂપમાં એક વિશ્વાસપાત્ર પ્લેયર છે. વિરાટ કોહલીને આ વાતની સમજ છે કે ક્રિકેટથી લઇને ધોનીની સમજ ટીમ માટે ફાયદાકારક છે. આ કોઇપણ જોઇ શકે છે કે હાલ પણ ઘણી ક્રિકેટ ધોનીમાં બાકી છે. આપણે રિટાયરમેન્ટ અંગે વાત જ કેમ કરી રહ્યા છીએ. જણાવી દઇએ કે જાવેદ અખ્તરથી પહેલા સ્વર કોકિલા લતા મંગેશકરે એક પોસ્ટ શેર કરતા ધોનીથી ક્રિકેટથી રિયરમેન્ટ ન લેવાની અપીલ કરી હતી. લતા મંગેશકરે ટિ્વટર પર લખ્યુ હતું, ‘નમસ્કાર ધોનીજી. આજકાલ હુ સાંભી રહી છું કે તમે રિટાયર થવા માંગો છો’ કૃપા કરીને આવું ન વિચારો. દેશને તમારી રમત માટે જરૂરત છે. આ મારી ગુજારિશ છે કે રિયારમેન્ટનો વિચાર પણ તમારા મનમાં ન લાવો.