ટીમ મેનેજમેન્ટે નંબર-૪ પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતી : યુવરાજસિંહ

452

ક્રિકેટ વર્લ્ડ-૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ સામે ભારત સેમિ-ફાઇનલમાં ૧૮ રનોથી હારીને બહાર થઇ ગયું છે. ભારતની સેમિ-ફાઇનલમાં હાર બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન નંબર-૪નાં બેટ્‌સેનને લઇને ઉઠી રહ્યો છે. ટીમ ઇન્ડિયાનાં મેનેજમેન્ટે આ નંબર પર યોગ્ય બેટ્‌સમેન ના શોધી શકવાનાં કારણે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ સિલેક્ટર સંજય જગદાલે બાદ હવે યુવરાજ સિંહે બૉર્ડ અને ટીમ મેનેજમેન્ટને આડા હાથે લીધું છે.હાલમાં જ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનારા પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજે કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટે નબંર-૪ માટે કોઇકને તૈયાર કરવાની જરૂર હતી. તો જો કોઇ નંબર-૪ પર નહોતુ ચાલી રહ્યું તો તો એ ખેલાડીને કહેવું જોઇતુ હતુ કે તમારે વર્લ્ડ કપ રમવાનું છે ૨૦૦૩ની જેમ. તે વખતે ટીમ પહેલા ન્યૂઝીલેન્ડ સામે રમી રહી, પરંતુ સારું પ્રદર્શન કરી શકી નહોતી. એ જ ટીમે ૨૦૦૩નો વર્લ્ડ કપ રમ્યો.”

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ નંબર-૪ પર ઉતરતો હતો અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને વન ડે વર્લ્ડ કપ ૨૦૧૧માં તેણે ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. યુવરાજે સાથે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અંબાતિ રાયડૂને ટીમમાં ના પસંદ કરવામાં આવતા તે ચોંકી ગયો હતો. બીજી તરફ પંતને ટીમમાં રાખવામાં આવ્યો અને પછી ડ્રોપ કરવામાં આવ્યો. રાયડૂએ તો સંન્યાસ જ લઇ લીધો.

Previous articleઆવતા વર્ષે ૧૫ ઓગસ્ટે જ્હોન અબ્રાહમની ’સત્યમેવ જયતે ૨’ રિલીઝ થશે
Next articleહિમા દાસે ઇતિહાસ રચ્યોઃ ૧૧ દિવસમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો