ભારતની સ્ટાર રનર હિમા દાસે ચેક રિપબ્લિક ખાતે યોજાયેલી ક્લાન્દ્રો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હિમા દાસે ૧૧ દિવસમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
હિમાએ માત્ર ૨૩.૪૩ સેકન્ડના સમયગાળામાં આ સુવર્ણ પદક પોતાને નામે કર્યો છે. આ પહેલા હિમાએ પાછલા અઠવાડિયામાં ૨જી અને ૬ જુલાઇના રોજ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં આંતરરાષ્ટ્રીય સુવર્ણ પદક હાંસલ કર્યો હતો.
તો અગાઉ હિમા દાસે પોલેન્ડમાં કુટને એથલેટિક્સ મીટમાં હિમાએ ૬ જુલાઇના રોજ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હિમાએ આ ગોલ્ડ મેડલ ૨૩.૯૭ સેકન્ડના સમયગાળામાં જ પોતાના નામ કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય મહિનાઓથી પીઠની સમસ્યાથી હિમા લડી રહી છે તેમ છતાં પણ હિમાએ અદ્ભુત પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.