ધંધુકા સમસ્ત સતવારા સમાજ દ્વારા મૌન રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું

835
guj1522018-1.jpg

તાજેતરમાં જામનગર જિલ્લાના સિક્કાના અમરા ગામમાં રહેતા જયશ્રીબેન રમેશભાઈ ધારવીયા (સતવારા)સાથે સિક્કા પોલીસ મથકના પી.એસ.આઈ જે.કે. મોરીએ અજુગતુ વર્તન કરેલ તેના લીધે દંધુકા સતવારા સમાજની લાગણી દુભાતા ધંધુકા સતવારા સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી.
રેલી મામલતદાર કચેરીએ પહોચી હતી તથા જ્યાં સમસ્ત સતવારા સમાજ ધંધુકા દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. આવેદન પત્રમાં પી.એસ.આઈ મોરી સામે શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરવામાં આવી હતી નાયબ મામલતદાર ઝાલાએ આવેદન પત્ર સ્વિકાર્યુ હતું.

Previous articleદામનગરમાં ગંદા પાણી પીવા મજબુર બન્યા અબોલ જીવો
Next articleતળાજા-પાલીતાણા તાલુકાની શાળાઓને શિક્ષણપ્રેમી દાતાઓની ઉદાર સખાવતો