આઇપીએલમાં આઠ ટીમોના સ્થાને ૧૦ ટીમો રમશે…!!

574

ક્રિકેટમાં સૌથી સફળ મનાતી ટુર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાલમાં ૮ ટીમ રમે છે. તેમાં બીજી બે ટીમોનો ઉમેરો કરવા માટે ક્રિકેટ બોર્ડે યોજના બનાવી છે.

આઈપીએલમાં પોતાની ટીમ ઉતારવા માટે કેટલાક ઉદ્યોગપતિઓએ રસ બતાવ્યો છે. જેમાં અમદાવાદની ટીમ માટે અદાણી ગ્રુપ, પૂણે માટે આરપીજી સંજય ગોએન્કા, રાંચી અથવા જમશેદપુરની ટીમ માટે ટાટાએ રસ બતાવ્યો છે. આ સિવાય પણ બીજા કેટલાક ઉદ્યોગો ટીમ ખરીદવાની રેસમાં છે.

૮ વર્ષ પહેલા બીસીસીઆઈએ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમ ઉતારી હતી પણ એ પ્રયોગ સફળ થયો નહોતો. તમામ વિવાદો બાદ ફરી ૮ ટીમોના માળખાને અમલમા મુકાયુ હતુ. જોકે ફરી વખત બીસીસીઆઈ ૧૦ ટીમ સાથે આઈપીએલ રમાડવા મક્કમ છે. ૨૦૨૧માં આઈપીએલમાં ૧૦ ટીમો રમતી દેખાશે. આ માટે આઈપીએલની ફ્રેન્ચાઈઝીના માલિકો અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ વચ્ચે લંડનમાં મિટિંગ થઈ હતી.

આ મિટિંગમાં નિર્ણય લેવાયો હતો કે, ૨૦૨૦માં બે નવી ફ્રેન્ચાઈઝીને એન્ટ્રી આપવાથી લાભ થશે. આ બે નવી ટીમો ૨૦૨૧થી આઈપીએલમાં સામેલ થશે.

Previous articleહિમા દાસે ઇતિહાસ રચ્યોઃ ૧૧ દિવસમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો
Next articleસંન્યાસની અટકળો વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે કહ્યું : ધોની આવતા વર્ષે આઇપીએલ રમશે