વિજેન્દ્ર સિંહની ધમાકેદાર વાપસી, અમેરિકાના બોક્સર સ્નાઇડરને  હરાવ્યો

507

કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી હાર્યા બાદ ભારતના પ્રોફેશનલ મુક્કેબાજ વિજેન્દ્ર સિંહે રિંગમાં શાનદાર વાપસી કરી છે.

એક વર્ષ સુધી રિંગથી દૂર રહ્યા બાદ વિજેન્દ્રે રવિવારે એક મુકાબલામાં અમેરિકાના બોક્સર માઇક સ્નાઇડરને હરાવ્યો છે.

નેવાર્ક(ન્યૂ જર્સી)માં ૮ રાઉન્ડના સુપર મિડિલવેટ કોન્ટેસ્ટમાં વિજેન્દરે માઇક સ્નાઇડરને નોક આઉટ કર્યો. ડબ્લ્યૂબીઓ ઓરિએન્ટલ અને એશિયા પેસિફિક સુપર મિડિલવેટ ચેમ્પિયન વિજેન્દ્રને અત્યાર સુધી કોઈ હરાવી શક્યું નથી. વિજેન્દ્રે તેના પ્રો-બોક્સિંગ કરિયરમાં અત્યાર સુધી ૧૧ મુકાબલા રમ્યા છે અને બધા જીત્યા છે. આ મુકાબલાઓમાં તેને ૮માં તો નોક આઉટમાં જીત મેળવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ વિજેન્દ્રે પહેલા કહ્યું હતું કે તે તેના બોક્સિંગ કરિયર પર ધ્યાન આપવા ઇચ્છે છે અને વધુ સારું કરવા માંગે છે.

૩૩ વર્ષના વિજેન્દ્ર સિંહે જીત બાદ ખુશી જાહેર કરતા એક સુંદર ટ્‌વીટ કર્યું છે. વિજેન્દ્રે સપોર્ટ કરવા બદલ ફેન્સનો આભાર માન્યો છે.

Previous articleસંન્યાસની અટકળો વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે કહ્યું : ધોની આવતા વર્ષે આઇપીએલ રમશે
Next articleનેત્રહિનને મોટી રાહત : નોટને ઓળખી કાઢવા માટે એપ હશે