વિદેશી મૂડીરોકાણકારો ફરી એકવાર જુલાઈ મહિનામાં લેવાલીના મૂડમાં આવી ગયા છે. બજેટ બાદ જોરદારરીતે નાણા પરત ખેંચવામાં આવ્યા બાદ ફરી એકવાર રોકાણ કરવામાં આવ્યું છે. એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં હજુ સુધી ૩૫૫૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૧૨મી જુલાઈ વચ્ચેના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી એફપીઆઈ દ્વારા ૪૯૫૩.૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ ડેબ્ટ માર્કેટમાં ૮૫૦૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. આની સાથે જ ૩૫૫૧.૦૧ કરોડ રૂપિયાનું રોકાણ રહ્યું છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાંથી જંગી નાણા પાછા ખેંચ્યા છે. બજેટ બાદ પાંચથી છ સેશનમાં ઇક્વિટી માર્કેટમાંથીજંગી નાણાં પરત ખેંચી લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય બજેટમાં કેટલીક દરખાસ્તો હતી જેમાં ઇન્કમટેક્સમાં સરચાર્જમાં અમીર લોકો ઉપર વધારો કરવામાં આવ્યો છે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો એમ પણ જાણી શકાય છે કે, આર્થિક સુધારાની ગતિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા તેઓ માની રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. મે મહિનામાં ૯૦૩૧.૧૫ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. માર્ચ મહિનામાં પણ ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ફેબ્રુઆરી બાદથી ખરીદી કરવામાં આવી છે. આ પહેલા એપ્રિલ મહિનામાં વિદેશી મુડીરોકાણ કારોએ ૧૬૦૯૩ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. જ્યારે માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતાહાલમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૩૦૩ સીટો જીતી લીધી હતી.