નલ સે જલ સ્કીમની જાહેરાત કરવામાં આવ્યા બાદથી જળ અને સેનિટેશન સેક્ટરને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. આ સ્કીમની જાહેરાત સાથે જ વોટર સેનિટેશન આગામી પાંચ વર્ષમાં ૬.૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરે તેવી શક્યતા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારની નવી નલ સે જલ સ્કીમ અસરકારક પુરવાર થશે. આ સ્કીમનો મુખ્ય હેતુ ૨૦૨૪ સુધી દરેક પરિવાર સુધી પાઈપ મારફતે પાણી કનેક્શન આપવા માટેનો રહેલો છે. આ સ્કીમને સંપૂર્ણપણે અમલી કરવામાં મોટાપાયે રોકાણની જરૂર રહેશે. પાણી અને સેનિટેશનમાં જંગી રોકાણ કરવાની જરૂર દેખાઈ રહી છે. પાઈપ, ઇપીસી, વોટર ટ્રિટમેન્ટ પંપ, વાલ્વ, સિમેન્ટ જેવા જુદા જુદા ક્ષેત્રોમાં જંગી રોકાણ આના કારણે આવશે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, રોકાણ કરવા માટે મોટી કંપનીઓ પણ આગળ આવી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૫માં ૫.૬ ટ્રિલિયનથી લઇને ૬.૩ ટ્રિલિયન રૂપિયા સુધી ખર્ચ કરવામાં આવનાર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ વચ્ચેના ગાળામાં પાણી અને સેનિટેશનના મામલામાં ખર્ચના આંકડાને બે ગણા સુધી કરવામાં આવનાર છે. બજેટમાં જળ શક્તિ મંત્રાલયને જંગી ફાળવણી કરવામાં આવી છે. આ સ્કીમ માટે ૨૮૨૬૧.૫૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. દેશમાં દરેક પરિવારને પાઇપલાઈન મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગંગા નદીને સ્વચ્છ કરવા માટેની બાબત પણ આમા સામેલ કરવામાં આવી ચુકી છે. નરેન્દ્ર મોદી સરકાર બીજી અવધિમાં આવ્યા બાદથી જળશક્તિ મંત્રાલયમાં જળસંશાધન અને ગંગા કારોબારને મર્જ કરી દેવામાં આવ્યા બાદ આને પણ પ્રાતમિકતા આપવામાં આવી રહીછે. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં અલગ જળ મંત્રાલયની ખાતરી આપ્યા બાદ આની રચના થઇ છે.