૪ મહિનાથી બંધ પડેલી હેલિકોપ્ટર સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી કરાઇ શરૂ

516

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર સુવિધા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફરી એક વખત સુવિધા શરૂ કરાઈ છે. છેલ્લા ૪ મહિનાથી હેલિકોપ્ટર સુવિધા બંધ કરવામાં આવી હતી.જો કે, હવે પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. ફરી એક વખત ટેન્ડર પ્રક્રિયા કરીને પુનઃ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સરકારે ફરી હેલિકોપ્ટરની સુવિધા કરતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી ૧૮૨ મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર ૯૩ મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ ૧૨૮ મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ ૬૫.૮ મીટર છે.

Previous articleઉધનામાં યુવક પર મેલુ નાખી બે લાખ રૂપિયા ભરેલી બેગ લઇ ગઠિયો ફરાર
Next articleપ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુની બેરેકમાંથી મોબાઇલ મળતા ચકચાર