અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુ સલ્લાની બેરેકમાંથી મોબાઇલ મળી આવ્યો છે. સાબરમતી જેલની જૂની ખોલી નંબર-૧માંથી મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અવારનવાર સાબરમતી જેલમાંથી મોબાઇલ મળી આવતા સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે.
બિરજુ સલ્લા પ્લેન હાઇજેકિંગ કેસમાં દોષિત ઠર્યો છે અને સાબરમતીમાં બંધ છે. સલ્લાએ ગર્લફ્રેન્ડને ડરાવવા માટે પ્લેનમાં બોમ્બ છે તેવી ચિઠ્ઠી લખી હતી. સલ્લાની બેરેકમાંથી પોલીસને એક મોબાઇલ ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યું છે. આ મામલે પોલીસે સલ્લા સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. સલ્લાની જેલમાંથી મોબાઇલ મળી આવતા આ અંગે કોઈ નેટવર્ક કામ કરે છે કે નહીં તેની તપાસ સ્પેશિયલ ઑપરેશન ગૃપને સોંપવામાં આવી છે.