સિહોરની સંસ્કૃતિ સ્કુલ ખાતે માર્ગ સલામતી સેમિનાર યોજાયો

1444
bvn1522018-1.jpg

સિહોરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ – ૬ થી ૯ નાં વિદ્યાર્થીઓ તથા તેમનાં વાલીઓમાં ટ્રાફીક નિયમન અંતર્ગત જાગૃતિ લાવવા માટે સેમિનાર યોજાયો, જેમાં સિહોર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. જયશ્રીબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફીક તેમજ ક્રાઇમ અવેરનેસ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નોત્તરી કરી પોતાનાં મનમાં રહેલ ટ્રાફીક/ક્રાઇમ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટેમ્પ્લેટ/પુસ્તકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાનાં આચાર્ય દ્વારા પી.એસ.આઇ જયશ્રીબેન પરમારને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર પોલીસ સ્ટેશન સ્ટાફ તથા વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.    

Previous articleતળાજા-પાલીતાણા તાલુકાની શાળાઓને શિક્ષણપ્રેમી દાતાઓની ઉદાર સખાવતો
Next articleશહેરની ખાડી તટે યાયાવર પક્ષી સી.ઈગલનો પડાવ