ચંદ્રયાન-૨ : લોંચના બાવન દિવસ બાદ રોવર ચંદ્ર ઉપર

560

ચંદ્રયાનને લઇને અભૂતપૂર્વ ઉત્સુકતા ભારતમાં જોવા મળી રહી છે. ચંદ્રયાનને લઇને ભારતીય લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવ્યા બાદ વહેલી પરોઢે ચંદ્રયાનને લોંચ કરી દેવામાં આવશે. વહેલી પરોઢે ૨.૫૧ મિનિટે ચંદ્રયાનને લોંચ કરી દેવામાં આવ્યા બાદ ૫૨ દિવસ પછી ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી ઉપર ઉતરશે. ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોના આ મહત્વકાંક્ષી મિશન તરીકે છે. આના ઉપર ૬૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ચંદ્રના દક્ષિણી વિસ્તારમાં લેન્ડિંગ કરવામાં આવશે. જીએસએલવી માર્ક-૩ની શ્રીહરિકોટા સ્થિત સ્પેશ ધવન સેન્ટર પર તૈયારી કરી લેવામાં આવી છે. ૧૬ દિવસ સુધી પૃથ્વીની સપાટીમાં રહેશે. ૧૬ દિવસ બાદ ચંદ્રયાન પૃથ્વીની સપાટીમાંથી બહાર નિકળશે અને ચંદ્રયાન-૨થી રોકેટ અલગ થશે. પાંચ દિવસ બાદ ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટીમાં પ્રવેશ કરશે. આ ગાળા દરમિયાન તેની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ સેકન્ડ અને ચાર કિલોમીટર પ્રતિ સેકન્ડની રહેશે.

ચંદ્રની સપાટીમાં પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની ચારેબાજુ ગોળ ચક્કર લગાવશે. ચંદ્રની સપાટીમાં ૨૭ દિવસ સુધી ચક્કર લગાવ્યા બાદ ચંદ્રયાન તેની સપાટીની નજીક પહોંચશે. આ ગાળા દરમિયાન તેની ગતિ ૧૦ કિલોમીટર પ્રતિ સેકન્ડની રહેશે. ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રની દક્ષિણી ધ્રુવની સપાટી ઉપર ઉતરાણ કરશે પરંતુ આ પ્રક્રિયામાં ચાર દિવસ લાગશે.

ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યા બાદ લેન્ડર વિક્રમ પોતાની કક્ષામાં પ્રવેશ કરશે ત્યારબાદ તે સપાટીની એ જગ્યાને સ્કેન કરશે જ્યાં ઉતરાણ કરવામાં આવનાર છે.

લેન્ડર ઓર્બીટરથી અલગ થયા બાદ આખરે ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. લેન્ડિંગ થયા બાદ લેન્ડરના દરવાજાને ખોલી દેવામાં આવશે અને રોવરને છોડવામાં આવશે. રોવર નિકળી ગયા બાદ આમા આશરે ચાર કલાકનો સમય લાગશે. ત્યારબાદ એક વૈજ્ઞાનિક પરીક્ષણ માટે ચંદ્રની સપાટી ઉપર નિકળીને આવશે. ૧૫ મિનિટની અંદર જ ઇસરોને લેન્ડિંગના ફોટાઓ મોકલવાની શરૂઆત થઇ જશે. આ રીતે અલગ અલગ તબક્કાઓ હેઠળ લોંચના બાવન દિવસ બાદ ચંદ્રયાન ચંદ્રની સપાટી ઉપર પહોંચી જશે. ચંદ્રની સપાટી ઉપર પહોંચ્યા બાદ લેન્ડર અને રોવર ૧૪ દિવસ સુધી એક્ટિવ રહેશે. રોવર આ ગાળા દરમિયાન એક સેન્ટીમીટર પ્રતિસેકન્ડની ગતિથી ચંદ્રની સપાટી ઉપર ચાલશે અને તેના તત્વોમાં અભ્યાસ કરશે. ફોટાઓ પણ મોકલશે. તે ત્યાં ૧૪ દિવસમાં કુલ ૫૦૦ મીટર કવર કરશે જ્યારે ઓર્બિટર ચંદ્રની સપાટીમાં ૧૦૦ કિલોમીટરની ઉંચાઈ ઉપર તેની પરિક્રમા કરશે. ઓર્બિટર એક વર્ષ સુધી એક્ટિવ રહેનાર છે. મિશનનો ઉદ્દેશ્ય ખુબ મહત્વપૂર્ણ રહેલો છે જેના ભાગરુપે ચંદ્રના હવામાન, ખનીજો અને તેની સપાટી ઉપર ફેલાયેલા રસાણિક તત્વોમાં અભ્યાસ કરવામાં આવશે. કાઉન્ટડાઉનની શરૂઆત થયા બાદ અભૂતપૂર્વ ઉત્સુકતા દેખાઈ રહી છે. છઠ્ઠી સપ્ટેમ્બરના દિવસે ચંદ્રના સાઉથ પોલ ઉપર ચંદ્રયાન-૨ ઉતરશે.

Previous articleનેપાળમાં પૂર-ભૂસ્ખલનનો કહેરઃ મૃત્યુઆંક વધીને ૫૦એ પહોંચ્યો
Next articleઆસામમાં પુરની સ્થિતિ હજુપણ ગંભીર : ૧૫ લાખ લોકોને અસર