સોલાનમાં બિલ્ડિંગ પડતા ૨નાં મોત, સેનાનાં ૧૮ જવાન અને ૫ લોકોને કાટમાળમાંથી કઢાયા

415

હિમાચલ પ્રદેશના સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ તુટી પડ્‌યું હતું. આ બિલ્ડિંગની નીચે અનેક લોકો દબાઇ ગયા છે. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગના કાટમાળમાં દબાયેલા લોકોમાં ભારતીય સેનાના ૩૦-૩૫ જવાનો પણ છે. આ જવાનો બસમાં ક્યાંક જઇ રહ્યા હતા અને અહીં જમવા માટે રોકાયા હતા. માહિતી મળતાની સાથે જ અધિકારીઓ દોડતા થયા છે. અહીં હાલ ભારે વરસાદ પણ તઇ રહ્યો છે હોવાનાં કારણે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા થઇ રહી છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે.

હિમાચલ પ્રદેશનાં સોલાનમાં ભારે વરસાદનાં કારણે એક બિલ્ડિંગ પડી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સ્થળ પર લોકોને કાટમાળમાંથી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ૨ લોકોનાં મોત થઇ ચુક્યા છે અને ૨૨ લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. બિલ્ડીંગના કાટમાળમાં ૩૦ ભારતીય સેનાનાં જવાન અને ૭ અન્ય લોકો ફસાયેલા હતા. તેમાંથી ૧૮ જવાનો અને ૫ લોકોને કાટમાળમાંથી સુરક્ષીત કાઢી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાટમાળમાંથી ૨ લોકોનાં શબ પણ કાઢવામાં આવ્યા હતા. હજી પણ ૧૪ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. રેસક્યું ઓપરેશન ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગનાં કાટમાળમાં સેનાનાં ૩૦ જવાનોની સાથે અન્ય અનેક લોકો પણ કાટમાળમાં ફસાયેલા હતા.

હિમાચલ પ્રદેશમાં ગત્ત ઘણા દિવસોથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. શનિવારે પણ આવી જ દુર્ઘટના થઇ હતી. હિમાચલ પ્રદેશનાં સોલનમાં માર્ગ પરથી પસાર થઇ રહેલ ગાડીના તે સમચે ચિથરા ઉડી ગયા જ્યારે તે કાટમાળની સાથે હોટલનાં રિસેપ્શનને તોડીને નદી નજીક પડી હતી.

Previous articleપંજાબમાં અમરિન્દરસિંહની કેબિનેટથી સિદ્ધૂનું રાજીનામુ
Next articleકરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાક વચ્ચે વિસ્તૃત મંત્રણા