મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂાત શુભ રહેશે. સ્વ પરાક્રમ દ્વારા કાર્ય સફળતા મળશે. પરંતુ મધ્યભાગથી સૂર્યગ્રહ એક માસ માટે મંગળગ્રહ સાથે ભ્રમણ કરશે. જે બંધનયોગ અને અંગાર યોગનું નિર્માણ કરે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. મિલ્કત અને વારસાઇ કાર્યો હાલ મુલત્વી રાખવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે ગેરસમજણ ન થાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે કપરો સમય મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર ગુરૂ ગ્રહની શુભ દ્રષ્ટિ અને પરાક્રમ સ્થાનમાં મંગળનું ભ્રમણ છે જ સાથે સૂર્યગ્રહ પણ સ્થાન વળ પામશે તેથી પનોતીના કપરા સમયમાં પણ કાર્યસફળતાના યોગ મળશે. માત્ર ઉતાવળા નિર્ણયોથી દુર રહેવું. મિલ્કત અને વારસાઇ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે સહકાર મળશે. આપનું આરોગ્ય કેર માંગી લેશે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી લાભ રહેશે. બેહનો અને વિદ્યાર્થીઓ વર્ગ માટે સાનુકૂળ સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી સૂર્ય ગ્રહનું કર્કરાશીમાં ભ્રમણ થોડા ઘણો ભાર હળવો કરશે. અને કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર વાણીવર્તન અને વ્યવહારમાં નમ્રતા કેળવવી જરૂરી છે. જેટલી ધારજ રાખશો તેટલી સફળતા મેળવશો. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે. ભાઇ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મીક કાર્યોથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે ચંદ્રને સાંજે અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત નિર્બળ સમય આપી શકે છે. પણ મધ્યભાગથી સૂર્યગ્રહ એક માસ માટે આપની રાશીમાં ભ્રમણ કરશે ને યેન કેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપશે. માત્ર સફળતાની માત્રા આપની અપેક્ષા મુજબની નહીં મળે. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા વધી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતના સમયમાં મહત્વના કાર્યો પૂર્ણ કરવા જરૂરી બનશે. નહીં તો એક માસ માટે રાશીપતિ સૂર્યગ્રહનું ભ્રમણ અશુભ બંધનયોગ આપે છે. તેથી વધૂ પડતી અપેક્ષા અને આત્મ વિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો સર્જાય શકે છે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. કર્મસ્થાન અને લાભ સ્થાનની પ્રબળતા ભૂતકાળમાં કરેલા કાર્યો અને રોકાણોથી લાભ આપશે. માત્ર જે લાભ મળે તે મૌન રાખવાથી લાભ છે જાહેરાત ન કરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે સાનુકૂળ સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત વધુ મહેનતે થોડી સફળતા મળશે. પરંતુ મધ્યભાગથી નસીબનો સહકાર મલશે. અને કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો. નવા કાર્યોની શરૂઆત પણ શુભ થશે. નવા પરિચયો ભવિષ્યમાં લાભદાયી પૂરવાર થશે. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઇ ભાંડુનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે સોમવારના વ્રત અને લક્ષ્મીજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની મધ્યભાગથી સૂર્યગ્રહનું ભ્રમણ એક માસ માટે ભાગ્યસ્થાનમાં થશે. તેથી વધુ મહેનત થોડી સફળતા મળવાના યોગો મળશે. માટે મોટા અને ખોટા પ્રલોભનોથી દૂર રહીને સંતોષી નર સદા સુખી તે વાક્ય યાદ રાખવું જરૂરી છે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું હવે નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રાપ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિત્રફળદાયી સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને ઉત્તરોત્તર ગોચર ગ્રહોનું અશુભ ભ્રમણ માનસિક અને આર્થિક ચિંતામાં વૃદ્ધિ કરી શકે છે. જન્મના ગ્રહો અને ઇશ્વરના આશીર્વાદ હશે તો જ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. નવાકાયો માટે સમય શુભ નથી. મિલ્કત અને કુટુંબીક પ્રશ્નોથી માનસિક ચિંતા વધી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનતી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે પ્રતિકૂળ સમય મળી શકે છે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતતી તો યથાવત કાર્ય સફળતા મળશે. પરંતુ સપ્તાહના મધ્યભાગથી જન્મના ચંદ્ર ઉપર સૂર્યગ્રહની દ્રષ્ટિથી અશુભ ગ્રહણ યોગ મળશે. તેથી દરેક કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. ઉતાવળા નિર્ણયો નુકશાની આપી શકે છે. મિલ્કત અને કુટુંબીક બાબતોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી વર્ગ માટે મિશ્રફળદાયી રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત ઉત્તરોત્તર પ્રગતિ આપે છે. શુભ અશુભ દરેક ગ્રહોના આશીર્વાદ મળે છે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળશે. નવાકાર્યોની શરૂઆત માટે શુભ સમય રહેશે. માત્ર સમય શક્તિનો સાચો સદઉપયોગ કરવો જરૂરી બનશે. મિલ્કત અને વારસાઇ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોના સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ઇષ્ટદેવનું પૂજન કરવાથી લાભ રહેશે. બેહનો અને વિદ્યાર્થી વર્ગ માટે સાનુકૂળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત થોડી ચિંતામાં વૃદ્ધિ કરશે, પણ મધ્યભાગથી થોડી રાહત જરૂર મળશે. કાર્ય સફળતાના યોગ મળશે. ઘણાં લાંબા સમય પછી માનસિક શાંતિ મળશે. માત્ર મહત્વના નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે પૂર્ણ કરવા જરૂરી બનશે. મિલ્કત અને વારસાઇ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઇ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રાપ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે ગુરૂજીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.