ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા આઈસીડીએસ ઘોઘા આયોજિત મહિલા સંમેલન ઘોઘા યોજાયું. જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞાબા ગોહિલ, ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર, ઘોઘા મામલતદાર, ઘોઘા તાલુકા વિકાસ અધિકારી પરમારભાઈ, જિલ્લા પંચાયત મહિલા આયોગના ચેરમેન હીરાબેન, પ્રોગ્રામ ઓફિસર કુમુદીનીબેન જી. પંડિત, ડીપીઓ શાંતુબેન મકવાણા, નીતાબેન વ્યાસ, આરતીબેન બારૈયા, મહિલા સરપંચો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.