અમરેલી જીલ્લામાં પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક કી.જે.ચૌધરીની મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ રાજુલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર એ.પી. ડોડીયા તથા પો.સ્ટાફના માણસોને બાતમી રાહે હક્કિત મળેલ કે વાવેરા ગામે ઘાણા નદીના પટમાં જાહેર જગ્યામાં અમુક ઈસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે.ત ેવી બાતમી મળતા જેથી પો.સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા આરોપી પ્રવિણભાઈ લાખાભાઈ મકવાણા (ઉ.વ.૩ર), જસુભાઈ કથડભાઈ ધાડખા (ઉ.વ.૩પ), કનુભાઈ જીવાભાઈ ધાખડા (ઉ.વ.૪૯), પરબતભાઈ માવજીભાઈ ગજેરા (ઉ.વ.૬૦), જ ીવણભાઈ ખાટાભાઈ સોલંકી (ઉ.વ.૪૮), વાળાઓ પૈસા-પાનાથી હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડા રકમ રૂા. ૪૦,૩પ૦/- તથા મોબાઈલ નંગ ૦૪ કિ.રૂા. ૧પ૦૦૦/- મળી કુલ રૂા. પપ,૩પ૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.