બોટાદ જીલ્લાના રાણપુરના જી.આર.ડી.ઇન્ચાર્જ દલુભા પરમાર બપોરે ૩ વાગ્યાની ટ્રેનમાં બોટાદ જી.આર.ડી ઓફિસે થી રાણપુર જઈ રહ્યા હતા એ વખતે ટ્રેન મા ખિસ્સા કાતરૂ એક બેન નુ પાકિટ મારી ને નાસી છૂટ્યા હતા એ વખતે દલુભા ની નજર તેમના પર પડતા તેમને બહાદુરી પૂર્વક ૩ આરોપી ને દબોચી લીધા હતા જેમાંથી ૧ આરોપી ભાગવામાં સફળ થયો હતો અને ૨ આરોપી ને પકડી દલુભા એ રેલવે પોલીસ ને સોંપી દીધા હતા આવી ઉત્તમ કામગીરી ને સૌ મુસાફરો એ વધાવી લીધી હતી અને રેલ્વે પોલીસે પણ દલુભા ની આવી સુંદર કામગીરી ની સરાહના કરી હતી.