બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ વિશ્વ વિખ્યાત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પુજા પાઠ વિધિ એક દિવસ પુરતી બંધ રાખવામાં આવશે. સાળંગપુર મુકામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તા.૧૬-૧૭/૦૭/૨૦૧૯, મંગળવાર અષાઢ સુદ-૧૫ (ગુરુ પૂર્ણિમા) ના દિવસે ખંડગ્રાસ – ચંદ્રગ્રહણ નિમિતે (૧) પૂજા- પાઠ (કષ્ટ નિવારણ) વિધિ બંધ રહેશે.(૨) બપોરના ૧ઃ૦૦ વાગ્યા પછી અને સાંજે ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા બંધ રાખેલ છે. (૩) મંદિરના દર્શન તેમજ આરતીના સમય રાબેતા મુજબ રહેશે.ખંડગ્રાસ તેમજ ચંદ્રગ્રહણ નિમિત્તે એક દિવસ માટે ફેરફાર કરવામાં આવેલ છે જેની દાદાના તમામ ભાવિક ભક્તોએ નોંધ લેવી