એલઆઈસી ભાવનગર ડીવીઝનના સહયોગથી, એલઆઈસી ગોલ્ડન જ્યુબીલી ફાઉન્ડેશનની નાણાકીય સહાયથી ભાવનગર બ્લડ બેન્કને ૧૩.૪૪ લાખના બ્લડ કલેકશન મોનીટર અર્પણ કરવાનો કાર્યક્રમ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ જનરલ મેનેજર કે.પી.રામક્રિષ્નના વરદ હસ્તે ભાવનગર બ્લડ બેન્ક ખાતે યોજવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં એલઆઈસીના અધિકારીઓ તથા સ્ટાફ મિત્રો, રક્તદાતા, કેમ્પ આયોજકો, ડોકટર મિત્રો, આર્થિક દાતાઓ તથા શુભેચ્છકો પધારેલ. બ્લડ બેન્કના ચેરમેન ડો.નિલુભાઈ વૈશ્નવ, ટ્રસ્ટીઓ, જે.ડી.શાહ, અચ્યુતભાઈ મહેતા, પ્રદીપભાઈ દેસાઈ, બિપીનભાઈ મહેતાએ મહેમાનોને આવકારેલ.