ભાવનગર રેન્જના પોલીસ નાયબ મહાનિરીક્ષક અશોક કુમારે ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી નાસતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે રેન્જના જીલ્લામાં ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે શિહોર પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રોહીતભાઇ ઉર્ફે ભુરો રમેશભાઇ સોલંકી/દે.પુ. ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહેવાસી ચોગઠ તા.ઉમરાળાવાળાને ભાવનગર-વલ્લભીપુર રોડ, ડંભાળીયા ગામના પાટીયા પાસે આવેલ રાઘવ પેટ્રોલ પંપ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.