ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકી વિસ્તાર સ્ફોટક પદાર્થ વેચાણ કરતા હોય તેવી માહિતી મેળવી આવા તત્વોને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને ખાસ કામ સોપેલ જે અનુસધાને એસ.ઓ.જી. પોલીસની જુદી-જુદી ટીમો બનાવી આવા ઇસમો બાબતે માહિતી મેળવવા ખાનગી ઓપરેશન હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજરોજ ભાવનગર એસ.ઓ.જી.એ ઓપરેશન કરી નારી ગામે શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા વાળા પોતાના ઘરની પાસે આવેલ ઓરડીમાં ગે.કા.રીતે સ્ફોટક પદાર્થ ફટાકડાના બોકસ કુલ ૧૫૭ જેની કુલ કિ.રૂા.૩૮૬૪૦૦/- સાથે ઝડપી પાડેલ છે. આ બનાવની વિગત એવી છે કે, આજરોજ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન નિચે મળેલ બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસે ઓપરેશન કરેલ જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા વાળા પોતાના ઘરની પાસે આવેલ ઓરડીમાં ગે.કા.રીતે સ્ફોટક પદાર્થ (ફટાકડા) રાખી વેચાણ કરે છે. જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી આરોપી શૈલેષકુમાર કુરજીભાઇ બોરડા ઉ.વ.૪૨ ધંધો ખેતી તથા વેપાર રહે. નારી ગામ ચોરા વિસ્તાર તા.જી.ભાવનગર વાળાએ સ્ફોટક પદાર્થ પોતાના ભોગવટા વાળી ઓરડી (રૂમ) માં રાખવા તથા વેચવા અંગે સક્ષમ અધિનું લાયસન્સ મેળવ્યા વગર ગે.કા. પોતાના કબ્જામાં સ્ફોટક પદાર્થ (ફટાકડા) કુલ કિ.રૂા.૩,૮૬,૪૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવેલ જેના વિરૂધ્ધમાં સ્ફોટક અધિનિયમ ૧૮૮૪ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. જેના આગળની તપાસ વરતેજ પોલીસ ચલાવી રહી છે.