આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શિહોર વિસ્તાનરમાં વણશોધાયેલ ચોરીનાં તથા ખુનના ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન શિહોર બસ સ્ટેશન પાસે આવતાં કલ્યાણસિંહ જાડેજા તથા વિઠ્ઠલભાઇ બારૈયા ને બાતમીરાહે હકિકત મળેલ કે,આગઉ ચોરીઓના ગુન્હાઓ માં પકડાયેલ ઇસમ હંગી વાઘેલા દે.પુ પાસે શકપડતી ચિજ વસ્તુઓ છે. અને તે ચિજ વસતુઓ વેચવા માટે શિહોર બજારમાં જાવનો છે. અને હાલ તે ટાણા ચોકડી પાસે ઉભો છે.જેથી તુરતજ સ્ટાફના માણસો સાથે ટાણા ચોકડી ઉપર આવતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેનું નામ સરનામું પુછતા ઘનશ્યામ ઉર્ફે હંગી બચુભાઇ વાઘેલા/દે.પુ.ઉવ.૨૦ રહે. હળીયાદ તા. વલ્લભીપુર વાળો હોવાનું જણાવે છે. મજકુરની અંગ ઝડતી કરતા તેની અંગ ઝડતી માંથી ચાંદીનો એક કમરે મુકવાનો જુડો જેનું વજન ૪૪ ગ્રામ કિ.રૂ. ૨૫૦૦/-, ચાંદીના સીકકા નંગ-૦૬ જુદી જુદી ડિઝાઇન ના કિ.રૂ. ૧૮૦૦/- ની ચિજ વસ્તુઓ શંકાસ્પ્દ મળી આવેલ જે બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષ થાય તેવો જવાબ આપેલ નથી તેના અઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવેલ . જેથી મજકુર ઇસમે સદરહું છળ કપટથી અગર ચોરી કરેલ હોવાનું જણાતા શક પડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.અને ઘોરણસર અટકાયત કરેલ.
અગાઉ ત્રણ ચોરી કર્યાની કબુલાત
ઇસમની સઘન પુછ પરછ આજથી આશરે અઢી વર્ષ પહેલા મોટા સુરકા ગામેથી ચાંદીના સીકકા તથા ચાંદીની મુર્તિ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ. ૨૩૮૦૦/- ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. આ ચોરી તેણે તથા તેના સાગરોતો હરેશ ચંદુ જીલીયા તથા મુકેશ ભાવું સાડમીયા એ કરેલની કબુલાત આપેલ.
પાંચ વર્ષ પહેલા ભુતેશ્વર ગામની એક વાડી માંથી એક મકાનની ગ્રીલ તોડી સોના ચાંદીના દાગીના તથા કોરડ મળી કુલ રૂ. ૪૬,૫૦૦/- ની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. જે ચોરી તેણે તથા તેના સાગરીતો હરેશ ચંદુ જીલીયા તથા કાળુ લખુ જીલીયા એ કરેલાની કબુલાત આપેલ તથા આશરે અઢી વર્ષ પહેલા શિહોર તાલુકા ખાંભા ગામે એક બંઘ મકાન માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂ. ૨૮૦૦૦/- ની ચોરી કરેલાની કબુલાત કરેલ આ ચોરી તેણે તથા તેના સાગરીતો હરેશ ચંદુ વાઘેલા તથા મુકેશ ભાવુ સાડમીયા એ કરેલની કબુલાત આપેલ છે. આ ઘરફોડ ચોરી ત્રણ ગુન્હા ડીટેકટ કરવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.