વધુ એક વાર શિક્ષકની ગરીમાને કલંકિત કરતી ઘટના સિહોરના ઉખરલા ગામે બનવા પામી છે.જેમાં ઉખરલા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૩ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ સવજીભાઈ કમળેજીયા નામના શખ્સે આ શાળામાં અભ્યાસ કરતી એક ૧૩ વર્ષની વિદ્યાર્થીની સાથે શાળામાં સફાઈ અને પ્રવાસ ના બહાને બોલાવી શારીરિક અડપલા કરતો હોય અને જે બાબતે વિદ્યાર્થીનીએ આ બાબત ની જાણ પરિવારજનો ને કરતા પરિવારજનો એ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જયારે આ બનાવના પગલે ગ્રામજનો નો રોષ ચરમસીમાએ પહોચ્યો છે અને પોલીસે શિક્ષકને સરાજાહેર ધોલાઈ કરી છે ભારતદેશમાં શિક્ષક નું સ્થાન ગુરુ સમાન છે. ગુરુવર ના સાનિધ્યમાં બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી નું નિર્માણ કરે છે પરંતુ કોઈ લંપટ ગુરુના કારણે આખા શિક્ષણજગત ને કલંકિત થવાનો વારો આવે છે. શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સિહોરના ઉખરલા ગામે બનવા પામી છે. જેમાં મૂળ સુરેન્દ્રનગરના લીંબડીના રહેવાસી અને હાલ સિહોરના જગદીશ્વરાનંદનગરમાં રહેતા અને સિહોરના ઉખરલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદુભાઈ સવજીભાઈ કમળેજીયા નામનો શિક્ષક કે જે છેલ્લા ૩ વર્ષથી આ શાળામાં ફરજ બજાવતો હોય શિક્ષકે તેમની શાળામાં અભ્યાસ કરતી એક ૧૩ વર્ષીય વિદ્યાર્થીની ને ગત તારીખ ૧૬-૦૧ના રોજથી શાળામાં સાફસફાઈ અને પ્રવાસમાં જવાના બહાને બોલાવી વારંવાર તેમની સાથે શારીરિક અડપલા કરતો હતો. આ શિક્ષક અગાઉ સિહોરના વળાવડ ખાતે પણ શાળામાં ફરજ બજાવતો હતો ત્યારે પણ એક વિદ્યાર્થીનીને અડપલા કરતા ગ્રામજનો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો પરંતુ આ શિક્ષકની બદલી ઉખરલા કરવામાં આવતા તેમને ફરી ત્રણ વર્ષ બાદ પોતાની હૈવાનિયત બતાવી છે