સોનગઢ : યુવાનની હત્યાનો આરોપી ઝડપાયો

1379

સિહોર તાલુકામાં સોનગઢ નજીક રાત્રીનાં સમયે કોળી યુવાનની થયેલી હત્યાનાં મુખ્ય આરોપીને સિહોર પોલીસે ઝડપી લીધો હતો. આરોપીએ મૃતકનો ભાઇ તેના ભાઇની હત્યામાં સંડોવાયેલો હોય બદલો લેવા માટે હત્યા કરાયાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

ભાવનગર રેન્જ ડી.આઇ.જી.અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા તાત્કાલિક ધોરણે ગુન્હો ઉકેલી આરોપીઓ ને શોધી લેવા અપાયેલ સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલાનાઓ એ આપેલ સચોટ માર્ગદર્શન નાં આધારે સિહોર પોલીસ તથા એલ.સી.બી., એસ.ઑ.જી ની અલગ અલગ ટીમો દ્વારા સતત ચાર દિવસ થી  ગુન્હો ઉકેલવા જહેમત ઉઠાવેલ.

તપાસ દરમિયાન સામે આવેલ કે મરણ જનાર રામજી કંટારીયા નો ભાઈ વિજય કંટારીયા અગાઉ જનક ભૂપતભાઇ ચૌહાણ (રહે. સોનગઢ) નામના વ્યક્તિનાં ખૂન માં સંડોવાયેલ છે. અગાઉ મરણ ગયેલ જનક ના ભાઈ અલ્પેશ ચૌહાણ ને છત્રાલ, અમદાવાદ થી લાવી  આગવી ઢબે પૂછપરછ કરતાં તેમજ ટેકનિકલ સર્વેલન્સ નાં આધારે જાણવા મળેલ કે જનક ચૌહાણ નાં ભાઈ અલ્પેશ એ પોતાના ભાઈ નાં ખૂન નો બદલો લેવા માટે સમગ્ર કાવતરું રચી પોતે છત્રાલ, અમદાવાદ હાજર રહી પોતાની સાથે છત્રાલ જી.આઈડી.સી. માં કામ કરતાં જનક નાં મિત્ર  મેહુલ પરષોતમ બારૈયા અને સોનગઢ રહેતા રાકેશ જેન્તિભાઇ સોલંકી ને તૈયાર કરેલ અને વિજય કંટારીયા નાં ભાઈ રામજી કંટારીયા નું ખૂન કરવાનું કાવતરું રેચલ, કાવતરા મુજબ સોનગઢ ખાતે રહતા રાકેશ એ રામજી કંટારીયા ની રેકી કરી રાખેલ અને મેહુલ બારૈયા ને ગત ૧૦/૦૭/૧૯ નાં  રોજ રજા મળતા તે ૧૧/૦૭/૨૦૧૯ નાં રોજ સોનગઢ આવેલ અને અલ્પેશ કોઈ ને શંકા ના જાય તે માટે છત્રાલ જ રોકાયેલ, અગાઉ કરેલ આયોજન મુજબ મેહુલ અને રાકેશ સિહોર સર્કિટ હાઉસ થી થોડા આગળ સોનગઢ તરફ જવાના રસ્તે પોતાની સાથે ધારદાર હથિયાર (ફરસી) લઈ બાઇક સાથે ઊભા હતા. દરમિયાન રામજી પોતાની બાઇક લઈ સોનગઢ  તરફ જવા પસાર થતાં તેનો પીછો કરી ચાલુ બાઇક એ રોંગ સાઈડ થી ઓવરટેક કરી મેહુલ બારૈયા એ ગાળાના ભાગે ફરસીનો એક ઘા મારેલ જેથી રામજી કંટારીયા એ બાઇક પર સંતુલન ગુમાવતાં નીચે પડી ગયેલ, રામજી નીચે પડ્યા બાદ મેહુલ એ ગાળાના ભાગે બીજા બે ઘા મારી રામજી નું મોત નિપજાવી સોનગઢ પાલડી થઈ ઘાંઘલી જતાં રહેલ ત્યાંથી મુખ્ય આરોપી મેહુલ છત્રાલ જાતો રહેલ અને બીજા જ દિવસે છત્રાલ થી પરત થઈ ઉમરાળા નાં ભોજવાદર ગામમાં તેના માસા વિઠ્ઠલભાઈ ને ત્યાં આવી ગયેલ હતો.

ઉપરોક્ત હકીકત તપાસ દરમિયાન સામે આવતા સિહોર પો.સ્ટે. ઇ/ચા પો.ઈન્સ પી.આર.સોલંકીએ તાત્કાલિક સિહોર પો.સ્ટાફ નાં માણસો સાથે લઈ ઉમરાળા નાં ભોજાવદર ની સિમ માં તપાસ કરતાં આરોપી મેહુલ બારૈયા તેના માસા વિઠલભાઈ એ ભાગ થી રાખેલ વાડી એ હાજર મળી આવી ઉપરોક્ત મુજબ કબૂલાત આપતા, ઝડપી લઈ આગળ ની કાર્યવાહી હાથ ધારેલ છે.

Previous articleબહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
Next articleવર્લ્ડ કપ-ર૦૧૯ : ઈંગ્લેન્ડ પ્રથમવાર વશ્વ ચેમ્પિયન