રોમાંચ, રોમાંચ અને માત્ર રોમાંચ. લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અડધી રાત્રી રમાઇ હતી. જેમાં ક્રિકેટની તમામ સર્વોપરિતા જોવા મળી હતી. રોમાંચની ચરમસીમા પણ જોવા મળી હતી. છેલ્લે ઇંગ્લેન્ડે લક બાય ચાન્સ જીત મેળવી લીધી હતી. આની સાથે જ તે વર્લ્ડ કપ ચેમ્પિયન બની ગયુ હતુ. પહેલા મેચ અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઇ પડ્યા બાદ ઇંગ્લેન્ડ કઇ રીતે ચેમ્પિયન બન્યુ તે અંગે ચાહકોમાં ભારે ચર્ચા મોડી રાતથી શરૂ થઇ ગઇ હતી. વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રથમ વખત સુપર ઓવરની મદદ લેવામાં આવી હતી. પરિણામ નક્કી કરવા માટે સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે સુપર ઓવરમાં પણ બંને ટીમોના ૧૫ ૧૫ રન બન્યા હતા. ક્રિકેટના નિયમો છે કે જો કોિ મેચ સુપર ઓવરમાં પ્રવેશી જાય છે અને સુપર ઓવર પણ ટાઇમાં રહે છે તો મેચમાં નિર્ણય વધારેબાઉન્ડ્રી આધારે કરવામાં આવે છે. ન્યુઝીલેન્ડે પોતાની ઇનિગ્સમાં બે છગ્ગા અને ૧૪ ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે ઇગ્લેન્ડજે મેચમાં બે છગ્ગા અને ૨૨ ચોગ્ગા લગાવ્યા હતા. આના દમ પર ઇંગ્લેન્ડની ટીમ આખરે વિશ્વ વિજેતા બની ગઇ હતી. સુપર ઓવરના કેટલાક નિયમો રહેલા છે. જે મુજબ બીજા દાવમાં બેટિંગ કરનાર ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેચમાં મેદાનમાં સુપરઓવરમાં પહેલા ઉતરે છે. કઇ બાજુથી બોલિંગ કરવામાં આવશે તે બાબત બોલિંગ કરનાર ટીમ નક્કી કરે છે. ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટની રચના કરનાર યજમાન ઇંગ્લેન્ડ અને સમગ્ર ટુર્નામેન્ટમાં જોરદાર દેખાવ કરનાર ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે આ ફાઇનલ મેચ રમાઇ હતી. લોર્ડસના મેદાનમાં હાઉસફુલની સ્થિતી હતી. ખેલાડીઓની સાથે સાથે સમર્થકો અને તમામ ક્રિકેટ ચાહકોના ધબકારા પણ વધેલા હતા. વનડેમાં પ્રથમ વખત સુપર ઓવરની ટેકનિક અને નિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપમાં આનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુપર ઓવરમાં એક નિયમ એ પણ છે કે બે વિકેટ પડતાની સાથે જ સુપર ઓવર પૂર્ણ થઇ જાય છે. સુપર ઓવર પણ ટાઇમાં રહેવાની સ્થિતીમાં બાઉન્ડ્રી વધારે લગાવનાર ટીમ જીત મેળવે છે. સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સ અને જોસ બટલર મેદાનમાં ઉતર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બોલિંગ કરી હતી. જેમાં કુલ ૧૫ રન બન્યા હતા. જેમાં બે ચોગ્ગા સામેલ છે. ન્યુઝીલેન્ડ તરફથી સુપર ઓવરમાં જીમ્મી નિશમ અને માર્ટિન ગુપ્ટિલ મેદાનમાં ઉતર્યા હતા. બોલર તરીકે આર્ચર રહ્યો હતો. પ્રથમ બોલ વાઇડ રહ્યાબાદ બીજા બોલમાં છગ્ગો ફટકારી દેવામાં આવ્યો હતો. અંતિમ બોલમાં બે રનની જરૂર હતી પરંતુ ગુપ્ટિલ રન આઉટ થઇ ગયો હતો.