પસંદગીકારો ધોનીને નિવૃતિ આપવા માટેની તૈયારીમાં છે

424

વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ભારતની હેરાન કરનાર હાર બાદ મહાન ખેલાડી એમએસ ધોનીની ક્રિકેટ કેરિયર હવે સંકટમાં છે. પસંદગીકારોએ આ બાબતના સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે વર્ષ ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર ધોની નિવૃતિ લેશે નહીં તો તે ક્યારેય ટીમ ઇન્ડિયા તરફથી રમી શકશે નહીં. આ સંબંધમાં ટુંક સમયમા ંજ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ પણ ધોની સાથે વાતચીત કરનાર છે. વિશ્વસનીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે મુખ્ય પસંદગીકાર પ્રસાદ ટુંક સમયમાં જ ધોની સાથે વાતચીત કરનાર છે. ધોની પહેલાથી જ પોતાની નિવૃતિ અંગે માહિતી આપશે નહીં તો આ પ્રકારની વાતચીત કરવામાં આવનાર છે. ધોની હવે ટી-૨૦ વર્લ્ડ કપ અને આગામી મેચો માટે હિસ્સા તરીકે રહેશે નહીં. ધોનીને હવે સન્માન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લેવાની જરૂર છે. ધોની હવે ક્યારેય પહેલા જેવા ફોર્મને હાંસલ કરી શકે તેમ નથી. સુત્રોએ કહ્યુ છે કે પંત જેવા યુવા ખેલાડી પોતાના ઇન્તજારને લઇને ઉત્સુક છે. બીજી બાજુ ધોની પહેલા જેવા ફિનિશર તરીકે રહ્યો નથી. છઠ્ઠા અને સાતમાં નંબરે બેટિંગ કરવા માટે આવે છે ત્યારે પણ ધોની સંઘર્ષ કરતો નજરે પડે છે. આના કારણે ટીમને નુકસાન થઇ રહ્યુ છે. ન્યુઝીલેન્ડ સામે સેમીફાઇનલમાં પણ ધોનીએ ધીમી બેટિંગ કરી હતી. જ્યારે બોલની તુલનામાં વધારે રનની જરૂર હતી ત્યારે તે આઉટ થઇ ગયો હતો.

રોચક બાબત એ છે કે નિવૃતિના મુદ્દા પર ધોની અને પસંદગીકારો વચ્ચે હજુ સુધી કોઇ વાતચીત થઇ નથી. એક પૂર્વ ખેલાડીએ કહ્યુ છે કે ધોનીની હવે પસંદગી કરવામાં આવશે નહીં તે બાબત નક્કી દેખાઇ રહી છે. કોહલીની કેપ્ટનશીપને લઇને પણ સમીક્ષા કરવામાં આવી શકે છે.

Previous articleસુપર ઓવર ટાઇ રહ્યા બાદ ઇંગ્લેન્ડ કેમ ચેમ્પિયન બન્યુ
Next articleબજારમાં ફરી તેજી : ૧૬૦ પોઈન્ટ સુધીનો સુધારો થયો