ભાવનગર એલ.સી.બી.ની ટીમ ગારીયાધાર પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધનાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારોની તપાસમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગારીયાધાર તાલુકાનાં સુખપર ગામે મોટી વાવડી ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન કાળા કલરનાં બજાજ કંપનીનાં એક્સસીડી ૧૨૫ રજી.નંબર-જીજે ૪ એઆર ૭૩૧૧ મો.સા. સાથે ચાલક મનોજ બચુભાઇ સાથળીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગર, રાજુભાઇ ધીરૂભાઇ વેગડ ઉ.વ.૨૨ ધંધો-ખેત મજુરી રહે.ભાડાનાં મકાનમાં, હાદાનગર,રેલ્વે ફાટકની પાસે, ભાવનગર હાલ-પરવડી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાછળ,રફીકભાઇએ ફાર્મે રાખેલ વાડીમાં,ગારીયાધાર જી.ભાવનગર તથા દુલાભાઇ રામજીભાઇ રાજકોટીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા. ગારીયાધાર જી.ભાવનગરવાળા ઘરફોડ ચોરી કરવાનાં સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૬,૭૨૫/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની પુછપરછ કરતાં તેઓએ ભાવનગર તથા અમરેલી જીલ્લામાં અલગ-અલગ જગ્યાઓએ આઠ ઘરફોડ ચોરી તથા લુંટનો ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ.
ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર-સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં તથા અમરેલી જિલ્લાનાં દામનગર પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી-૭ તથા લુંટ-૧ મળી કુલ-૮ વણશોધાયેલ ગુન્હાઓ શોધી રૂ.૪૬,૭૨૫/-નાં ઘરફોડ ચોરીનાં સામાન સહિતનાં મુદ્દામાલ સાથે નામીચા ચોર સહિત કુલ-૩ ઇસમોને ઝડપી પાડવામાં ભાવનગર, એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીતેન્દ્દસિંહ ઝાલા, અજયસિંહ વાઘેલા, ભહિપાલસિંહ ચુડાસમા તથા ડ્રાયવર ધર્મેન્દ્દસિંહ સરવૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.