ટેક્નિકલ ખામી સર્જાતા ચંદ્રયાન-૨નું લોન્ચિંગ સ્થગિતઃ નવી તારીખ જાહેર થશે

367

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ૈંજીર્ઇં)ના બીજા મૂન મિશન ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ટેકનિકલ કારણોથી રોકવામાં આવ્યું છે. લોન્ચથી ૫૬.૨૪ મીનિટ પહેલા ચંદ્રયાન-૨નું કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું હતું. ૧૫ જુલાઇના રાત્રે ૨ઃ૫૧ વાગે ચંદ્રયાન-૨ને દેશનો સૌથી શક્તિશાળી બાહુબલી રોકેટ ય્જીન્ફ-સ્દ્ભ૩થી લોન્ચ કરવાનું હતું. લોન્ચિંગની નવી તારીખની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. મળતી માહિત અનુસાર જે સમયે કાઉન્ટડાઉન રોકવામાં આવ્યું, તેને જોતો લાગે છે કે, ક્રાર્યોજેનિક એન્જિન અને ચંદ્રયાન-૨ને જોડનાર લોન્ચ વ્હિકલમાં તેને લોન્ચ કરવા માટે યોગ્ય દબાણ બનતું નહતું. લોન્ચ રોક્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિક તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે કે, લોન્ચથી પહેલા આ ટેકનિકલ ખામી ક્યાંથી આવી. ઈસરોના વૈજ્ઞાનિકો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યાં છે કે, ચાર દિવસની અંદર ચંદ્રયાન-૨ને લોન્ચ કરવામાં આવે નહીં તો આ લોન્ચિંગ ત્રણ મહિના માટે ટળી જશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખામી રોકેટ અથવા ચંદ્રયાન-૨માં નહોતી. જે ખામી સામે આવી છે તે ય્જીન્ફ-સ્દ્ભ૩ના ક્રાયોજેનિક એન્જિન અને ચંદ્રયાન-૨ને જોડાનારા લોન્ચ વ્હિકલમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં લોન્ચ વ્હિકલમાં દબાણ લીક થવાની ખામી જોવા મળી છે. એટલા માટે હવે રોકેટને બધા ભગોથી અલગ અલગ કરી તપાસ કરવામાં આવશે. ચંદ્રયાન-૨ અત્યારે જે હાલાતમાં છે તે હાલાતમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. રોકેટને અલગ કરી તપાસ કરવામાં ઘણો સમય લાગશે.

જો ચાર દિવસની અંદર લોન્ચ નહીં થાય તો ઓક્ટોબરમાં લોન્ચ વિંડો આવશે. લોન્ચ વિન્ડો એ ઉપયુકત સમય હોય છે જ્યારે પૃથ્વીથી ચંદ્રનું અંતર ઓછું હોય છે અને પૃથ્વીની ચારેયબાજુ ચક્કર લગાવનાર ઉપગ્રહો સાથે ટકરાવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.

Previous articleશહેરના નવા સેક્ટરોમાં બુધવારે પાણી પુરવઠો સદંતર બંધ રહેશે
Next articleકુમારસ્વામી ૧૮મીએ વિધાનસભામાં વિશ્વાસ મત પુરવાર કરશે : સિદ્ધારમૈયા