વર્તમાન વિક્રમસંવત ર૦૭પ શાકે ૧૯૪૧ જૈન સંવત રપ૪પ ઋતુ વર્ષા દરમયાન આવતીલકાથી પ્રારંભ થતો આષાઢ માસનો કૃષણ પક્ષ તા. ૦૧ – ઓગષ્ટ-૧૯ના રોજ અમાવાસ્યાને દિવસે પુર્ણ થશે. જયારે ઉત્તરભારત – વ્રજભુમિ તેમજ રાજસ્થાનના પુર્ણિમાની શ્રાવણ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થશે.
દિન વિશેષતા જોતા આ પક્ષમાં તા. ૧૭ મોળાકાત વ્રતના પારણા (સૌરાષ્ટ્ર) તથા ગ્રહણ કરિદિન તા. ૧૮ દ્વિતીયા (બીજ) વૃધ્ધિતિથિ, હિંડોળા પ્રારંભ તથા (ગુજરાતમાં) મોળાકાત- જયાપાર્વતી વ્રતનું જાગરત તા. ૧૧ (ગુજરાતમાં) મોળાકાત-જયાપાર્વતી વ્રતના પારણાં તા. ર૦ સંકષ્ટ ચતુર્થી (ચન્દ્રોદયનો સમય રાત્રિના ક. ર૧ મિ. પપ) તા. રર નાગપચંમી (બંગાળ), તા. ર૩ નિયત ભારતીય કેલેન્ડર મુજબ શ્રાવણ માસ – પ્રારંભ તા. રપ કાલાષ્ટમી તા. ર૭ શનિ -રોહિણી અમૃત સિદ્ધિ યોગ તથા જૈન રોહિણી નક્ષત્ર ક. ૧૯-૩૦ સુધી તા. ર૮ કામિકા -એકાદશી (એકાદશી નિમિત્તે આજે ગાયના દુધના પ્રસાદનું વિશેષ મહત્વ) તા. ર૯ સોમ પ્રદોષ તા. ૩ઢ માસિક શિવરાત્રી તા. ૩૧ દર્શ – અમાવાસ્યા, હરિયાળી અમાવાસ્યા, દિવાસાનું રાત્રિ-જાગરણ તથા તા. ૦૧ ઓગષ્ટના રોજ લોકમાન્ય તિલક- પુણ્યતિથિ – ગુરૂ પુષ્પામૃત સિદ્ય્ધિ યોગ (દરેક કાર્ય્ માટે ઉત્તમ – શ્રેષ્ઠ મુહુર્ત (ક. ૧ર મિ. ૧ર સુધી) છે. આ પક્ષમાં પંચક તા. ૧૯ (ક. ૧૪ મિ. ૧૯) થી તા. ર૪ (ક. ૧પ -૪૩) સુધી રહેશે. વિંછુડો નથી તા. ૩૧ તિલક-સંવત્સરી જાહેર રાષ્ટ્રીય તહેવાર છે.
સામાન્ય દિન શુધ્ધિની દ્રષ્ટિએ જોતા આ પક્ષમાં પ્રયાણ, મુસાફરી, મહત્વની મિટીંગ, ખરીદી- વેચાણ- કોર્ટ કચેરી દસ્તાવેજી કે એવા અન્ય મહત્વના કાર્યો કે નિર્ણયો માટે તા. ૧૭- -૧૯- રર- ર૪- રપ- ર૮ તથા તા. ૦૧- શુભ- શ્રેષ્ઠ, તા. ર૧-ર૩- ર૯ મધ્યમ તથા તા. ૧૮-ર૦-ર૬- ર૭ – ૩૦- ૩૧ અશુભ ગણાય.
વર્ષાઋભુત પ્રમાણે તા.ર૦ જુલાઈથી તા. ર ઓગષ્ટ દરમ્યાન સુર્યનું વરસાદનું નક્ષત્ર પુષ્પ (વાહન ગધેડો- સ્ત્રી પુ.ચં.સુ.) છે. તે આ દિવસોમાં સારામાં સારો વરસાદની સંભાવના સુચવે છે.
આષાઢ શુદ ૧૧થી ચાતુર્માસનો પ્રારંભ થઈ ચુકયો હોવાથી હવે વિવાહ – લગ્ન – વાસ્તુપુજન – કળશ સ્થાપન કે ખાત માટે શુભ મુહુર્ત હવે નહીં આવે હવે આવતા વર્ષે તા. ર૦- નવેમ્બરથી લગ્નની સિઝન પુનઃ શરૂ થશે.
ગ્રામ્યજનો તથા ખેડુત મિત્રો માટે આ વિભાગમાં ખાસ દર પંદર દિવસે શુભ મુહુર્તો આપવામાં આવતા હોવાથી સારા પાક અને સારી ઉપજ માટે આ મુહુર્તોનો લાભ લેવા સુચન છે. આ પક્ષમાં હળ જોડવા માટે તા. ૧૭-ર૪ – ર૮- ર૯ શુભ છે. આ વર્તમાન દિવસોનું વારિયાળી – બાજરી – મકાઈ – ડાંગર – તલ- મગ – મઠ – ચોખા – અડદ – તુવેર – તેલિબીયાં – એરંડા તથા તમામ પ્રકારના શાકભાજીના વાવેતર માટે વિશેષ મહત્વ છે. તા. ૧૭ – ર૧ – રર – ર૪ – રપ- ર૮ – ર૯ વાવણી – રોપણી કે બીજ વાવવા માટે તા. ૧૭- ર૧ – રર – રપ કાપણી -લણણી તથા નિંદામણ માટે તા. ર૧- રર માલ વેચવા માટે, તા. ર૪ – ર૮ થ્રેસર ઉપનેર દ્વારા ધાનય અને ભૂસો અલગ પાઠવા માટે તથા તા. ર૪ માલની ખરીદી માટે તેમજ ઘર – ખેતર ભુમિની લેવડ-દેવડ માટે શુભ-શ્રેષ્ઠ છે.
ગોચરના ગ્રહો જોતાં ચન્દ્ર આ દિવસો દરમિયાન મકરથી કર્ક રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. જયારે સુર્ય – મંગળ – બુધ કર્ક રાશિમાં, વક્રી ગુરૂ વૃશ્વિકરાશિમાં, શુક્ર મિથુન- કર્ક રાશિમાં તથા વક્રી શનિ ધન રાશિમાં ભ્રમણ કરશે. મંગળ પોતાની નીચ રાશિમાં છે. જયારે ગુરૂની સ્થિતિ (અન્યોન્ય થકી) ઉચ્ચ છે.
આ દિવસોમાં જન્મતાર બાળક સારી પ્રતિભા ધરાવનાર, સમાજમાં ખુબ જ લોકપ્રિય, સારૂં વ્યક્તિવ્ય ધરાવનાર તથા માતાપિતા પ્રત્યે માન-સન્માન – આદર ધરાવનાર થાય.
આ દિવસોમાં વૈધૃશિષ્ટ – યોગ અશુભ હોવાથી આ દિવસોમાં જન્મતાર બાળકનું છાયાદાન કરીને ખાસ દોષનું નિવારણ કરવું. સંક્ષિપ્ત રાશિ (ભવિષ્ય જોઈએ તો વૃષભ – કર્ક – મકર – કન્યા વ્યક્તિઓને શારીરિક નાદુરસ્તી, અકસ્માત પડવું – વાગવું – નાણાકીય સમસ્યાઓ તથા વ્યર્થ વાદવિવાદની સંભાવના રહ્યા કરે. વૃશ્વિક મિથુન- તુલા- કુંભ વ્યક્તિઓને પ્રતિકુળતા તથા કસોટીજનક તબક્કો ગણાય (અગ્રતા – આધિ- વ્યાધિ- ઉપાધિ અ અગત્યના કાર્યોમાં, વિક્ષેપો, કૌટુમ્બિક કલહ, માનહાનિ તથા સ્વજનો સાથે નાની મોટી બાબતોમાં વિવાદનો ડગલે ને પગલે સામનો કરવો પેડે. મની- મેષ – સિંહ તથા ધન જાતકો માટે શુભ શ્રેષ્ઠ હોઈને તેમને અગત્યના કાર્યોમાં સફળતા, આર્થિક લાભ, કૌટુંમ્બિક સહકાર – અનુકુળતા પ્રગતિ તથા સુખ- સંતોષ સુચવે છે. ઉન્નતિની નવી તકો સાંપડશે.
મુંઝવતી સમસ્યાઓના ઉપાય તથા ઉકેલ માટે વાચક ભાઈ-બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ કે ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર જરૂર સંપર્ક કરે.