સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપવાનો આજે સાફ ઇન્કાર કર્યો હતો. સાથે સાથે સુનાવણી પૂર્ણ કરવા ગુજરાતમાં ટ્રાયલ કોર્ટને સ્પષ્ટ આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મામલાની પહેલા પરિપૂર્ણં કરવાની જરૂર છે. આસારામને તેમની સામે જાતિય શોષણના મામલામાં જામીન આપવાનો ઇન્કાર કરી દેતા મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામની સામે દાખલ કરવામાં આવેલી દુષ્કર્મ, અત્યાચાર, શોષણના મામલામાં જામીન અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ એનવી રમનાની બેચે એ વખતે આપ્યો હતો, જ્યારે મામલાની નિચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હજુ ૨૧૦ સાક્ષીઓના પરિક્ષણ બાકી છે. બેચે જામીન અરજી રદ્દ કરતા કહ્યું હતું કે, નિચલી કોર્ટ હાલ સુનાવણી જારી રાખે તે જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી પ્રભાવિત થયા વગત નિચલી કોર્ટ પોતાનુ કામ કરે તેવી સુચના સુપ્રીમ કોર્ટે આજે આપી હતી. અન્ને નોંધનીય છે કે, સુરતની બે બહેનોએ આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈની સામે દુષ્કર્મ અને બાનમાં પકડી રાખવા ઉપરાંત અન્ય મામલાઓમાં અલગ અલગ ફરિયાદ દાખલ કરી હતી. આ પહેલા આસારામે હાઈકોર્ટમાં પોતાની જીંદગી જેલમાં ગાળવાની સજા ઉપર રોક લગાવવા માટે ૨૬મી માર્ચ ૨૦૧૯ના દિવસે અરજી દાખલ કરી હતી.
જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે તેમની જામીન અરજીને પણ ફગાવી દીધી હતી. આસારામ પર પહેલાથી જ દુષ્કર્મ અને હત્યાના મામલા નોંધાયેલા છે.
અત્રે નોંધનીય છે કે, જોધપુરની કોર્ટે રાજસ્થાનમાં વર્ષ ૨૦૧૩માં ૧૬ વર્ષની એક યુવતીની સાથે દુષ્કર્મ કરવાના મામલામાં આસારામને દોષિત ગણીને જન્મટિપની સજા ફટકારી હતી. આસારામ હાલમાં જોધપુરની જેલમાં સજા ભોગવી રહ્યા છે.