ગારિયાધાર શૈક્ષણિક સ્કુલમાં જયાપાર્વતી વ્રતની ઉજવણી

458

ગારીયાધાર શહેર ની શિક્ષણ સંસ્થા વી..ડી વાધાણી વિદ્યા સંકુલ માં જ્યાંપાર્વતી વ્રત નો પ્રારંભ હિન્દૂ  સંસ્કૃતિ માં પર્વાચક્ર કોઈ ને કોઈ પર્વ દાન ધર્મ અનુષ્ઠાન પરોપકાર પરમાર્થ નું અનુમોદન કરે છે  ત્યારે વી.ડી.વિદ્યા મદિર ખાતે વિધિવત રીતે વ્રત પ્રારંભ કરતી બહેનો વૈદકાળથી ઉજવાતા વ્રતની  પરંપરાને બાળાઓમાં ઉજાગર રાખવા અને ધર્મસંગત આચરણ  અનુસરવા અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયાપાર્વતી  વ્રત ની ઉજવણીનું ગારીયાધાર કે વી વિધામંદિર ખાતે આયોજન

અદમ્ય ઉત્સાહ સાથે સમસ્ત વિધા સંકુલ ની બહેનો અનુષ્ઠાન નો પ્રારંભ કર્યો બાળાઓ દ્વારા શણગાર સજીને જુવારા અને આરતીના થાળ સાથે પૂજા-અર્ચના કરવામાં આવેલ.

આદર્શ દાંપત્ય જીવન સંતાન સુખ અખંડ સૌભાગ્ય વતી ભવ પતિ ની દીર્ઘયાયું ની મંગલ કામના સાથે શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચાર સાથે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ બહેનો દ્વારા અનુષ્ઠાન નો પ્રારંભ થયો હતો.

Previous articleકચ્છના માનકુવા નજીક ત્રિપલ અકસ્માતમાં ૧૧ના મોત
Next articleરાણપુરમાં વીજલાઈન ઉપર વાયર ફેકી વીજળી ખોરવવાનું ષડયંત્ર