રાણપુરમાં નવનિયુક્ત પીઆઈ જે.વી. રાણા એ ચાર્જ સંભાળ્યો

589

બોટાદ જીલ્લાના રાણપુરના મહિલા પી.એસ.આઇ.એમ જે સાગઠીયાની બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ખાતે બદલી થતા તેમની જગ્યાએ કડક અને બાહોશ અધિકારી તરીકેની છાપ ધરાવતા  પી.આઈ-જે.વી.રાણા ને મુકવામાં આવ્યા છે.પી.આઈ-જે.વી.રાણા એ ચાર્જ સંભાળતા જ અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.નવા આવેલા પી.આઈ-જે.વી.રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર શહેર અને રાણપુર તાલુકામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક હાથે કામગીરી કરવામાં આવશે જ્યારે દારૂ,જુગાર,સ્કુલ આજુ-બાજુ રોમીયોગીરી કરતા તત્વો,જાહેર માર્ગો ઉપર આડેધડ વાહન પાર્ક કરવા,મેઈન બજારોમાં ટ્રાફિક,લુખ્ખા તત્વો,માથાભારે તત્વો, અસામાજીક પ્રવૃતી કરતા લોકો સામે કોઈ પણની શેહ શરમ રાખ્યા વગર આવા તત્વો ઉપર કડક હાથે કામગીરી કરવામાં આવશે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.રાણપુર શહેર તથા રાણપુર તાલુકાના લોકોની શાંતિ અને સલામતિ માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.

 

Previous articleરાણપુરમાં વીજલાઈન ઉપર વાયર ફેકી વીજળી ખોરવવાનું ષડયંત્ર
Next articleબાબરાના વલારડી ગામે ઝેરી અસરથી ગૌ વંશ જીવોના મોત અંગે શંકા કુ શંકા