બાબરા તાલુકા ના વલારડી ગામે શિમ વિસ્તાર માં ચરણ માં ગયેલી ગૌ વંશ પશુ સહિત જંગલી સુવરો ના અવાર નવાર મોત ના કિસ્સા બનવા લાગતા ગ્રામ્ય વિસ્તાર માં ચર્ચા ના વિષય સાથે ગ્રામ્ય શાંતિ ડહોળવા ભેજાબાજો પોતાનું ટીખ્ખળ કરતા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે સાથોસાથ રાત્રી દરમ્યાન શિમ વગડા વિસ્તાર માં આવન જાવન કરતા લોકો ની ગતી વિધિ ઉપર લતાવાસી વાસી પોતાની નજર રાખી રહ્યા નું જાણવા મળે છે
મળતી માહિતી મુજબ તાલુકા ના વલારડી ગામે ક્રમશ જંગલી સુવર કુતરા સહિત ગૌ વંશ જીવો મોત ના શરણ જતા હોવાનું અને ઝેરી પદાર્થ ખાવા ના કારણે મોત થયા ના પ્રાથમિક તારણો વચ્ચે અલગ અલગ વધુ ચાર જેટલી ગાયો ના મોત ના મામલે ગ્રામ્ય લોકો એકઠા બન્યા હતા અને શિમ વિસ્તાર માં જંગલી ભૂંડ ના ત્રાસ ના કારણે આ ભૂંડ થી છુટકારો મેળવવા અમુક ખેડૂતો ઝેરી લાડુ બનાવી ભૂંડ ને મારવા ના પ્રયાસ કરતા હોવાથી આવા લાડુ ગૌ વંશ સહિત અન્ય જીવો ખાવા થી મોત થતા હોવાની ચર્ચા વચ્ચે ઝેરી પદાર્થ નો ઉપયોગ નહી કરવા અરસ પરસ સૂચનો થયા હતા તેમ છતાં વધુ બે ગૌ વંશો ના મોત થતા ગ્રામ્ય વિસ્તાર માં મોટી ચર્ચા ના વિષય બનતા સંપ ભાઈચારા થી રહેતા ગ્રામજનો માં આવા બનાવો થી કોઈ જાણભેદુ શાંતિ ડહોળવા ભાગ ભજવતું હોવાનું વાતો એ વેગ પકડ્યો છે અને વલારડી ના ગ્રામજનો આગામી દિવસો માં તાલુકા મામલતદાર અને પોલીસ મથક માં સામુહિક આવેદન આપી આ મુદ્દે રજુવાત કરનાર હોવાનું જાણવા મળે છે.
ગૌવંશો ઉપર જુલ્મ કરનારને ખુલ્લા પડાશે
એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા કેર ટેકર્સ મૌલિકભાઈ તેરૈયા ના જણાવ્યા મુજબ બાબરા ના ગ્રામ્ય વિસ્તાર માં રેઢીયાર અબોલ જીવોની અધોગતિ છે ખેડૂતો જંગલી રોજ ભૂંડ સુવર હરણ થી પોતાનો ઉભો પાક બચાવવા રાતદિવસ ઉજાગરા કરે છે તો અમુક નિર્દયી લોકો આવા પશુ ને મોત ના ઘાટ ઉતારવા ઇલેક્ટ્રિક પાવર શોર્ટ આપવા તાર ફ્રેન્શિંગ માં શોક મુકવા ઝેરી પદાર્થ ખવડાવવા સહિત ના બનાવો દિન બ દિન વધવા પામી રહ્યા છે જેમાંના અનેક પોલીસ કેશ નોંધાતા આવા બનાવો ની સત્ય સાક્ષી પૂરે છે વલારડી ગામે ગત.૧૧ ઓગસ્ટે ૧૮ ગૌ વંશ આખલા ને બાંધી રાખી તેના ઉપર એસીડ ફેકવા અને ભૂખ્યા ગોંધી રાખવા ના બનાવો બન્યા હતા જેના પગલે પોલીસ કાફલા સાથે ગૌ રક્ષકો દોડી ગયા હતા પરંતુ ગ્રામજનો સમક્ષ કૃત્ય કરનારે માફી માગી અને જીલ્લા ના રાજકીય વગદાર ની આબરૂ થી મામલો સ્થળ ઉપર નીપટાવી આવું નહી કરવા સૂચનો આપવા માં આવેલા.