ગઢડા તાલુકાની સુરકા પ્રાથમિક શાળા ખાતે બાલ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળક પણ ભવિષ્યનો મતદાર હોય અને બાળકો લોકશાહી પધ્ધતિથી વાકેફ થાય તેમજ બાળક અભ્યાસકાળથી જવાબદારી પ્રત્યે સભાન થાય તે હેતુસર બાલ સંસદ ચૂંટણીનું આયોજન સંપૂર્ણ તટસ્થ અને ગોપનીય રીતે કરવામાં આવ્યું હતું.આ ચૂંટણીમાં ત્રણ મહામંત્રી અને ત્રણ ઉપમહામંત્રીમાં ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. મોબાઈલ ઇવીએમ દ્વારા આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણી પૂર્ણ થતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું .
ચૂંટણી બૂથ પર પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે મેર મિતુબેને જવાબદારી સંભાળી હતી અને તેમની સાથે મતદાન અધિકારી તરીકે ચુડાસમા રુચિતાબેન,લકુમ બંસીબેન, સાથળીયા વિશ્વાસબેન અને જતાપરા કલ્પેશભાઈએ ચૂંટણી બૂથમાં જવાબદારી સંભાળી હતી.
સમગ્ર બાલ સંસદ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કપિલભાઈ સતાણીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી જવાબદારી સંભાળી હતી તો મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે વનરાજભાઈ વાસાણીએ કાર્યભાર સંભાળ્યો હતો. સંપૂર્ણ આયોજનમાં શાળાના આચાર્ય ભીખાભાઈ સોલંકી તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઇ પરમાર, રાજેશભાઈ વેલાણી, સુરેશભાઈ લકુમ, ઉમેશભાઈ પટેલ અને રોહિતભાઈ રાવલે જહેમત ઉઠાવી હતી.