જયભૂરખિયા જળ અભિયાન સમિતિ દ્વારા વૃક્ષારોપણ

506

દામનગર શહેર માં જયભુરખિયા જળ અભિયાન સમિતિ દ્વારા મહા વૃક્ષારોપણ કરાયું જળ સંસાધન ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરી સંપૂર્ણ દાતા ઓ ના દાન થી નિર્માણ થયેલ સરોવરો ના મુખ્ય દાતા સંદીપ મહેતા પરિવારે નવા નીર આવતા મહા વૃક્ષારોપણ માટે જેસીબી ની મદદ થી ખાડા કરી વૃક્ષારોપણ સાથે વૃક્ષ ઉછેર માટે પ્રબંધ કરાવ્યો જય ભુરખિયા હનુમાનજી જળ અભિયાન સમિતિ ના અગ્રણી ઓ દ્વારા ગુજરાત ના આંણદ સુરત વડોદરા સહિત ની ખાનગી નર્સરી માં થી હજારો ની સંખ્યા માં વૃક્ષો લાવી મહા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજી સામુહિક વૃક્ષારોપણ મુખ્ય દાતા પરિવાર સ્વ કલાવતીબેન ઇન્દ્રવદન મહેતા ની સ્મૃતિ માં પુત્ર રત્ન સંદીપ મહેતા ના વરદહસ્તે પ્રારંભ કરાવ્યો હતો  આ તકે સામાજિક શેક્ષીણક વેપારી ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી શ્રી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં નવ નિર્મિત ચેકડેમ પાસે વૃક્ષદેવો ભવ સાથે જળ સંસાધન પર્યાવરણ શિક્ષણ માટે માદરે વતન દામનગર માટે ઉદારદિલ દાતા એ સ્વ કલાવતીબેન ઇન્દ્રવદન મહેતા ની સ્મૃતિ માં સુંદર કાર્યો કરી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો.

Previous articleસુરકા પ્રાથમિક શાળા ખાતે બાલ સંસદ ચૂંટણી યોજાઈ
Next articleઢસા શહેર-હાઇવે  રોડ પર સધન વાહન ચેકીંગ કરાયું