જાન્હવીની બહેન ખુશી પણ હવે ફિલ્મોમાં એન્ટ્રી મારશે

900

શ્રીદેવીની પુત્રી જાન્હવી કપુર બાદ હવે તેની નાની બહેન ખુશી કપુર પણ બોલિવુડમાં એન્ટ્રી કરવા જ રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેની બોલિવુડ એન્ટ્રીને લઇને અટકળો ચાલી રહી હતી. હવે આ અટકળોનો અંત આવી ગયો છે. થોડાક દિવસ પહેલા એવી ચર્ચા સપાટી પર આવી હતી કે ખુશી કપુર બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા શારૂરૂખખાનના પુત્ર આર્યન ખાનની સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર છે. આ બંનેની જોડી કરણ જોહરની ફિલ્મ સાથે ડેબ્યુ કરી શકે છે. જો કે આ સંબંધમાં હજુ સુધી કોઇ વાત સ્પષ્ટ થઇ નથી. જો કે જાન્હવી કપુરે હવે ખુલાસો કરતા કહ્યુ છે કે ખુશી પણ ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. જાન્હવી કપુરે એક ચેટ શો દરમિયાન કહ્યુ હતુ કે તેની નાની બહેન ખુશી ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા ન્યુયોર્કમાં ફિલ્મ એકેડમીમાં એક્ટિગ કોર્સ જોઇન કરનાર છે. જાન્હવી કપુરે આ વાત પણ કરી છે કે આ કોર્સને કરવામાં આવ્યા બાદ ખુશી નિર્ણય કરશે કે તે બોલિવુડમાં ફિલ્મમાં એન્ટ્રી કરશે કે કેમ. જાન્હવી કપુરે કહ્યુ છે કે તેની બોલિવુડ કેરિયર ઝડપથી આગળ વધી રહી છે. તેની પાસે કેટલીક સારી ફિલ્મ આવી રહી છે. જાન્હવી કપુરના બોલિવુડ કેરિયર પર નજર કરવામાં આવે તો કહી શકાય છે કે તે હવે બોલિવુડની સૌથી આશાસ્પદ સ્ટાર પૈકીની એક તરીકે છે. તે ગયા વર્ષે ઇશાન ખટ્ટરની સાથે ધડક ફિલ્મ મારફતે બોલિવુડ ફિલ્મોમાં પ્રવેશ કરી ગઇ હતી. હાલના સમયમાં તે ઇન્ડિયન એરફોર્સની પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે કરણ જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ કામ કરી રહી છે. બોલિવુડમાં ખુશીના ડેબ્યુના હેવાલ આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. વિતેલા વર્ષોમાં શ્રીદેવી સૌથી મોટી સ્ટાર તરીકે સાબિત થઇ હતી. થતેમનુ રહસ્મય સંજોગોમાં મોત થતા આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ

Previous articleહવે દબંગ-૩ ફિલ્મમાં મહેશ માંજરેકરની પુત્રી જોવા મળશે
Next articleબીસીસીઆઈ નવા કોચની શોધમાં, રવિ શાસ્ત્રીએ ફરી અરજી કરવી પડશે