ટી-૨૦ બ્લાસ્ટમાં ઓસ્ટ્રેલિયાઇ બેટ્‌સમેન શોન માર્શની જગ્યાએ ફખર જમાન રમશે

651

ઇંગ્લિશ કાઉન્ટી ૨૦-૨૦ ક્રિકેટ લીગ ટી-૨૦ બ્લાસ્ટ માટે હવે ગ્લેમોર્ગને ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી શોન માર્શની જગ્યાએ પાકિસ્તાની ખેલાડીને તક આપવામાં આવી છે. ગ્લેમોર્ગને પાકિસ્તાનના વિસ્ફોટક ઓપનર બેટ્‌સમેન ફખર જમાંની સાથે કરાર કર્યો છે. તે ઓસ્ટ્રેલિયાના શોન માર્શની જગ્યાએ ટૂર્નામેન્ટના પ્રથમ હાફમાં રમશે. ૨૯ વર્ષીય બેટ્‌સમેન ઇંગ્લિશની ટી-૨-ટીમ માટે ૮ મેચ રમશે.

ગ્લેમોર્ગન ક્રિકેટના નિર્દેશક માર્ક વોલેસે કહ્યું કે ’’ટૂર્નામેન્ટની શરૂઆતમાં શોન માર્શને ગુમાવવો ખૂબ દુખદ છે, પરંતુ ફકરન્નું ટીમ સાથે જોડાવવું ક્લબ માટે સારા સમાચાર છે. તે એક શાનદાર ક્રિકેટ ખેલાડી છે અને દુનિયાના વિસ્ફોટકો બેટ્‌સમેનો માંથી એક છે. તેમણે મોટા મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું છે.’’

આ અવસર પર ફકરે કહ્યું ’’હું ગ્લેમોર્ગન સાથે જોડાઇને રોમાંચિત છું અને કાર્ડિફમાં રમવા માટે ઉત્સાહિત છું. મારી અહીં ૨૦૧૭માં થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલ સાથે જોડાયેલી કેટલીક સારી યાદો છો અને નવી યાદો બનાવવાનો પ્રયત્ન કરીશ. ફખરે અત્યાર સુધી ૮૯ ટી-૨૦ સીરીઝ રમી છે જેમાં ૩૦ આંતરરાષ્ટ્રીય મેચ છે. તેમણે આ ફોર્મેટમાં ૨૮ની સરેરાશ સાથે ૨૩૦૦ રન બનાવ્યા છે.

Previous articleગુરૂ પૂર્ણિમાના અવસરે કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન, આપી શ્રદ્ધાંજલિ
Next articleઆસામ-બિહારમાં પુર : ૬૮  લાખથી વધારે લોકોને અસર