પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સિઝનમાં ફાયનાલિસ્ટ રહી ચૂકેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આ પ્રિમિયર લીગની તા.૨૦મી જુલાઇથી પ્રારંભ થઇ રહેલી ૭મી સિઝનમાં પ્રવેશવા માટે ગ્રજના કરી રહી છે. આગામી સ્પર્ધા માટે ટીમમાં નવા ખેલાડી તરીકે નવા જોશને સ્થાન આપ્યા પછી ગુજરાતની હોમ ટીમ લીગમાં અચરજકારી પ્રદર્શન માટે સજ્જ બની છે. ગુજરાતની આ હોમ ટીમ આગામી થોડા સપ્તાહ સુધી તેના ચાહકોને મનોરંજન કરાવવાનો આત્મવિશ્વાસ ધરાવે છે.સોમવારે હયાત અમદાવાદ ખાતે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં ટીમના ખેલાડીઓ કોચ, સ્પોર્ટ સ્ટાફ, અને અન્ય લોકોની હાજરીમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ ટીમની જર્સી લોન્ચ કરાઇ હતી. આ પ્રસંગે લવની ભવાઇ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા મલ્હાર ઠાકરને અને આરોહી પટેલ હાજર રહ્યા હતા.ટીમની નવી પ્રચાર ઝુંબેશ ઇસ બાર છોડના નહીં છેલ્લી બે સિઝનમાં છેક સુધી રોમાંચક દેખાવ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ આગામી સિઝનમાં ટીમ જે પ્રકારે ઉમદા પ્રદર્શન કરવા માટે સજ્જ બની છે તે અંગેનો ઇરાદો વ્યક્ત કરે છે. આ પ્રસંગે નવી પ્રચાર ઝુંબેશનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
માત્ર પાંચ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યા છતાં પ્રો કબડ્ડી લીગ દેશમાં ખૂબ જ લોકપ્રિય સ્પોર્ટીંગ લીગ તરીકે ઉભરી આવી છે. ૧૨ ટીમની લીગ કબડ્ડીના ચાહકોના દિલમાં રેઇડ કરવા તૈયારી કરી રહી છે.
પીકેએલ ૭ નો પ્રારંભ તા.૨૦મી જુલાઇથી થશે. કેપ્ટન સુનિલકુમારની આગેવાની હેઠળની ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ (જીએફજી)ની ટીમ એ પછીના દિવસે બેંગલુરૂ બુલ્સ સાથે ટકરાશે. ગુજરાતની પોતાની ટીમના હોલ લેગનો પ્રારંભ તા.૧૦ ઓગષ્ટના રોજ અમદાવાદમાં અરેના બાય ટ્રાન્સસ્ટેડીયા ખાતે થશે. એ પછી ત્યાં તા.૧૧, ૧૪ અને ૧૬ના રોજ વિવિધ મેચ રમાશે.
છેલ્લી બે સિઝનની ફાયનલ મેચમાં થોડાક પોઇન્ટસથી ચૂકી જનાર જીએફજીની ટીમ લીગની ત્રીજી એડિશ્નલમાં અને એકંદરે સાતમી એડીશ્નલમાં હિસાબ ચૂક્તે કરવા તૈયારી કરી રહી છે. આ હેતુથી ટીમમાં યુવાન તથા અનુભવી ખેલાડીઓનો સમન્વય કરવામાં આવ્યો છે. જીએફજીના કોચ મનપ્રિતસિંઘ જણાવે છે કે અમારી ટીમમાં નવા લોહી અને અનુભવી ખેલાડીઓનો યોગ્ય સમન્વય કરવામાં આવ્યો છે. સુનિલ કુમાર અને પરવેશ બૈનસ્વાલ ખુબ જ અનુભવી ખેલાડી તરીકે જાણીતા છે અને તેમનો અનુભવ ટીમ માટે ખુબ જ મહત્વની મુડી બની રહ્યો છે. અભિષેક ચિલ્લર અને હરમનજીત સિંઘ પોતાની ત્વરીત રેઇડીંગની ક્ષમતા વડે વિરોધીઓમાં અચરજ પેદા કરી શકે તેમ છે. અમારી પાસે ઋતુરાજ કોરાવી અને સોનુ ગહલાવત જેવા સારા ડિફેન્ડર્સ પણ છે. મને વિશ્વાસ છે કે આગામી સીઝન ખુબ જ સારી સિઝન બની રહેશે.