જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાં કાળાબજાર અટકાવવા ૪૯૩ દરોડા

517

સરકારી સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન અને અનાજના કાળાબજાર કરવામાં આવતું હોય છે તેની વ્યાપક ફરિયાદો તંત્રને મળતી હોય છે ત્યારે રાજય સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લામાં બે વર્ષ દરમ્યાન ૪૯૩ જેટલા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં વર્ષ ર૦૧૭-૧૮માં ૧પ૪ અને ૨૦૧૮-૧૯માં ૩૩૯ દરોડા કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ આ બે વર્ષ દરમ્યાન ર૮૮ દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ રપ હજારના પરવાના અનામત કરવામાં આવ્યા છે અને ૪.૧૬ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

રાજયમાં ગરીબ અને મધ્યમ પરિવારો માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન અને અનાજનો જથ્થો પુરો પાડવામાં આવતો હોય છે. જો કે આ પરિવારો સુધી જથ્થો પહોંચે તે પહેલા જ તેને કાળાબજારમાં વેચી દેવાતો હોય છે. જેની વ્યાપક ફરિયાદો પણ ઉઠતી હોય છે.

આવા સંજોગોમાં ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન સસ્તા અનાજની દુકાનો ઉપર દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વર્ષ ર૦૧૭-૧૮માં ૧૫૪, વર્ષ ર૦૧૮-૧૯માં ૩૫૪ મળી ૪૯૩ દરોડા પાડવામાં આવ્યા હતા તો પોરબંદર જિલ્લામાં પણ આ બે વર્ષ દરમ્યાન ર૮૮ દરોડા પાડવામાં આવ્યા હતા.

જે પૈકી ગેરકાનુની પ્રવૃતિ બદલ ૪૨૮ દુકાનદારો સામે પગલાં ભરવામાં આવ્યા હતા. જેમાં ૩૪૫૭૨ રૂપિયાનો પુરવઠો રાજયસાત કરવામાં આવ્યો છે તો રપ હજાર રૂપિયાના પરવાના અનામત રાજયસાત કરાયા છે જ્યારે ૪.૧૬ લાખનો દંડ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ર૦ પરવાના મોકુફ કરવામાં આવ્યા છે અને છ રદ કરવામાં આવ્યા છે. આ પૈકી કોઈપણ વ્યક્તિ સામે પીબીએમ કેસ કરવામાં આવ્યો નથી.

Previous articleમેઘરાજાના રિસામણાંથી ખેતરમાં પાક બળી જવાની દહેશતઃ પિયત વધારે આપવાની ખેડૂતોને ફરજ પડી
Next articleમશીનરી છતાં સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે!