કર-નાટક : બળવાખોર ધારાસભ્યો મુદ્દે સુપ્રિમ કોર્ટ આજે ચુકાદો આપશે

403

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને બચાવવા માટેનાં પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યારે આજે બળવાખોર ધારાસભ્યોએ કેરલી અરજી મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમજ મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઇએ બળવાખોર ધારાસભ્યોને સવાલો કર્યા હતાં.

બાગી ધારાસભ્યોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ કે અમે એ નક્કી ના કરી શકીએ કે સ્પીકરે રાજીનામુ સ્વીકાર કરવુ જોઈએ કે નહીં, અમે માત્ર એ જોઈ શકીએ છીએ કે બંધારણીય રીતે સ્પીકર પહેલા કયા મુદ્દા પર નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમ કોર્ટમાં કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી અંગે સુનાવણી કરવામાં આવી. જોકે, આ મામલે સુપ્રીમ આવતી કાલે મહત્વનો ચુકાદો આપશે. કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, સ્પીકર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારતા નથી. સીજેઆઈએ જણાવ્યુ કે, સ્પીકરે શું કરવું તે કોર્ટ નહીં નક્કી કરે. અને સીજેઆઈએ કોર્ટમાં ધારાસભ્યોને પોતે આપેલા રાજીનામાની તારીખ પુછી હતી. તેના જવાબમાં મુકુલ રોહતગીએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્યોએ ૬ જુલાઈએ રાજીનામાં આપ્યા. તેમ છતા તેમને અયોગ્યા ગણાવીને સ્વિકારવામાં આવતા નથી.

બીજી તરફ સામે પક્ષે કોંગ્રેસના પક્ષમાં વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલિલ કરતા જણાવ્યુ હતુ કે, સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા માટે સમય મળવો જોઈએ. કોર્ટમાં કર્ણાટકના સીએમ કુમારસ્વામીની પેરવી રાજીવ ધવન કરી. તેમણે કોર્ટમાં જણાવ્યુ હતુ કે, કર્ણાટકમાં સ્પીકરની આંખમાં ધૂળ નાખી ૧૧ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આમ કરીને કર્ણાટકમાં સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Previous articleએન્જિનમાં લીકેજના કારણે ચન્દ્રયાન-૨ની ઉડાણ રોકી
Next articleમુંબઈમાં ઈમારત ધરાશાયી : ૧૨ના મોત