સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશનની રાષ્ટ્રીય કાર્યશાળા

674
gandhi1622018-4.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ શુક્રવાર ૧૬ ફેબ્રુઆરીએ સવારે ૧૦ કલાકે સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ-સ્લમ રિ-હેબીલીટેશન અંગેની રાષ્ટ્રીય વર્કશોપનો પ્રારંભ કરાવશે.
સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા સમિતિ ખંડમાં યોજાનારા આ એક દિવસીય વર્કશોપમાં દેશના ૧૬ જેટલા રાજ્યોના શહેરી વિકાસ સચિવો-અગ્ર સચિવો ભાગ લેવાના છે.
ગુજરાત સરકારના શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપક્રમે આયોજીત આ એક દિવસીય કાર્યશાળામાં આ સચિવો પોતાના રાજ્યોમાં શહેરી ક્ષેત્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેના એકસપીરીયન્સ અને બેસ્ટ પ્રેકટીસીસ શેરિંગ કરશે.

Previous articleકોલેજની છાત્રાઓએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી
Next articleલીપ ઇન્ટરનેશનલ સ્કુલનો વાર્ષિક ઉત્સવ ટાઉનહોલ ખાતે યોજાયો