સોલ્વ ઈટ, LIVE વિથ ઈટ ઓર LEAVE ઈટ

719

જીવનમાં ચડાવ અને ઊતાર દરેકને આવતાજ રહે છે. મોટાને મોટા અને નાનાને   નાની સમસ્યા બાકી કોઈ એમ કહે હું દરેક વાતે સુખી છું તો તે વાતમાં માલ નથી. દુઃખ, તકલીફ અને કસોટી ભગવાન જેવા ભગવાનને પણ ભોગવવી પડી હતી તો આપડે એના કરતા પા ભાગમાં પણ નથી આવતા. વધતી જતી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે, બદલાતી દુનિયા સાથે લોકોને નવા નવા શોખ જગ્યા છે અને ફેશનનું વ્યસન ઘુસી ગયું છે જેના માટે પૈસા પ્રથમ સ્તંભ બની રહે છે પરંતુ આજે લોકોના ખર્ચ વધુ અને કામની ઓછી થતી જાય છે કારણ કે જે  ગતિએ મોંઘવારી વધે છે તેની ૫૦ % ગતિએ કામની નથી વધતી. અનેક પ્રકારના સરકારી કર, બાળકોના ભણતરનો ખર્ચ, કુટુંબનો બીમારી ખર્ચ, હરવા ફરવાનો ખર્ચ, પ્રાસંગિક અને વ્યહવારિક ખર્ચ આમ અનેક નવા નવા ખર્ચ દરેકના જીવનમાં આવતાજ જાય છે. ટૂંકમાં કહીએ તો સવારથી સાંજ પડે એટલે એક દિવસ પૂરો થાય છે પરંતુ આપણા જીવનમાં સમસ્યા અને ટેન્શન તો રોજ રોજ એક પછી એક એક આવતાજ જાય છે. જેમ મુંબઈના સ્ટેશન પર ૨-૨ મિનિટે લોકલ ટ્રેન આવતીજ રહે છે તેમ તેમ રોજ રોજ નવી પરિસ્થિતિ પોતાની સાથે આપણા માટે એક નવો સંઘર્ષ લઈને આવે છે. પ્રોબ્લેમ કહો કે સમસ્યા એ આપણા જીવનનો એક દૈનિક પ્રસંગ બની ગયો છે હસતા કે રડતા આપણે તેની સાથેજ આપણું જીવન વિતાવવાનું છે તો પછી રડીને શું કામ ??? જેમ દરેક બીમારી માટે તેનો એન્ટીડોટ ડોકટોરની પેનલ દ્વારા શોધવામાં આવે છે તેવીજ રીતે જીવનની દરેક સમસ્યા માટેનો એન્ટીડોટ આપણા શાસ્ત્રો જેમ કે ગીતા, કુરાન અને બાયબલ છે. દરેક ધર્મના પોતાના ધાર્મિક ગ્રંથમાં સમસ્યા સાથેનું સમાધાન આપવામાં જ આવેલું છે પરંતુ આજના ફાસ્ટ યુગમાં આપણને બધીજ વસ્તુ ફાસ્ટ જોઈએ છે જેથી કરીને આપણે આપણી સમસ્યા સામે લડી નથી સકતા અને હિમ્મત હારી જઈએ છીએ. પ્રખરવક્તા અને મોટીવટીનલ ગુરુ શ્રી જ્ઞાનવત્સલ સ્વામીના વાક્ય છે કે “PROBLEMS ARE PART OF LIFE EITHER SOLVE IT, LIVE WITH IT OR LEAVE IT એટલે કે જિંદગીનું બીજું નામ છે તકલીફો અને સમસ્યા ક્યાંકતો તમે એને ઉકેલવાની કોશિશ કરો અથવાતો તેની સાથે રેહવાની કોશિશ કરો અથવાતો તેને તેને છોડી દો. ખુબજ નાના અને સુંદર વાક્ય દ્વારા સ્વામી આપણને કહે છે જીવનમાં મુશ્કેલીઓ તો તમને ડગલેને પગલે આવાનીજ તો તેની સામે તમે હતાશ અને નિરાશ થાયને પ્રયાશો કરવાનો છોડી દેશો તો તમે નાસીપાસ કરી રહ્યા છો, જેમ કોઈ એક ડેડ બોડીનું પોસમોર્ટમ કરીને તેની મોત કઈ રીતે થઇ એનું તરણ કાઢવામાં આવે છે તેવીજ રીતે તમે પણ તમારા જીવનની પરિસ્થિતિની પાછળનું કારણ શોધો. કારણ શોધ્યા પછી તેની સામે લડવાના શસ્ત્રો ગોતો અને શસ્ત્રો મળ્યા પછી તેની સામે લડવાના અખૂટ અને સચોટ પ્રયાસ કરો આ બધું કર્યા પછી પણ તમને તેની ઉપાય ન મળે તો તે સમસ્યાને સમય પર છોડી દો પરંતુ પ્રયાશો કર્યા વગર જ જો તમે પરિસ્થિતિ સામે હાર માની લેશો તો તમને ભગવાન પણ મદદ કરવા નહિ આવે. જીવનમાં ચડતી અને પડતી ફક્ત અમીર કે ગરીબને નથી આવતી સફળ પુરુષોના જીવનમાં તમે જોઈ લ્યો કોઈ પણ મહાપુરુષ સંઘર્ષ વગર સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો જ નથી અને જ્યાં સુધી તમે પ્રયાસ ન કરો ત્યાં સુધી તમને તે વસ્તુ અઘરી જ લાગવાની છે. પુરુષાર્થનું એક ડગલું આગળ વધ્યા પછી જ તમને સિદ્ધિ માટેની ચાવી મળે છે બાકી બેઠા બેઠા સામે પીરસેલી થાળી હોવા છતાં આપણે ખાઈ નથી સકતા. હસ્તી અને રમતી ઈશ્વર દ્વારા આપવામાં આવેલી આપણી આ સુંદર મજાની જિંદગીમાં આપણે પણ આપણા સંકલ્પો અને સિદ્ધાંતો સાથે રોજે રોજ કુદરતના નવા નિયમ સાથે આપણે પણ સમસ્યાનો ઉકેલ લાવતા શીખીએ અને આપણે પણ મહાપુરુષોના જીવનને આપણા જીવનનો ભાગ બનાવીને આપણા જીવનમાં પણ પરિવર્તન લેવાની કોશિશ કરીએ કેમ કે તમે પ્રયાશ ૧-૨-૩-૪ કરો તો કંઈક એમાંથી નવું શીખવાનું અને જૂની બાદબાકી કરવાનો વિચાર આવશે બાકી એમ જ તમે હાર માની લેશો તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને જીત આપી દેવા સક્ષમ નથી. વિચારો પુષ્કળ અન્નકૂટમાંથી આપણે પણ આપણા જીવનને ઉદ્દેશીને લગતા પ્રયાસો સાથે આપણા જીવનને જીવતા શીખીએ કેમ કે જે જેવું છે તે તેવુંજ રહેવાનું આપણે આપણું અભિગમ અને એટિટ્યૂડ બદલવું પડશે આપણે જો આજે બદલાશુ તો આપણું જોઈને ભવિષ્યમાં કોઈ બદલાય પણ કોઈ મારા માટે બદલાય તો હું બદલવા તે વાત નિરર્થક છે. સફળ મહાપુરુષના જીવનને આપણું પ્રેરણસ્તંભ બનાવીને આપણે પણ આપણા જીવનને સારા અને સાચા માર્ગ તરફ લાવા માટે પ્રયાણ કરીએ અને રોજે રોજ ચિંતા નામની ચિતાને બાળી તેની સામે અડગ ઉભા રહીને હું કરી શકું છું અને કરીશ જ એવા મજબૂત મનસૂબા સાથે જીવનને જીવી આપણે ખુદ અને આપણા પરિવારના સભ્યને આનંદનું ભાથું પીરસીએ.

Previous articleશાંતિ માટે પ્રખર ચિંતકોની મનનિય વાતો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે