આજરોજ જાફરાબાદ ખાતે ડાંડીયા મિડલ સ્કુલમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડાંડીયા મિડલ સ્કુલનાં વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ગુરૂ વિશેષ ગુરૂનો મહત્વ વિશે પોતાના મંતવ્યો રજૂ કરેલ. પ્રાર્થના સભા કરેલ અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ. આ ગુરૂપૂર્ણિમાનાં દિવસે સોલંકી સિદ્ધાર્થ પરશોત્તમભાઇએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા રૂા.૧૦૦૦ ના રોકડ પુરસ્કાર આપેલ તેમજ હાઇસ્કુલનાં પૂર્વ સારસ્વત કપિલભાઇ વ્યાસ તરફથી બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓએ ગુરૂ મહિમા વિશે પ્રવચન કરેલ. શાળાના આચાર્ય નિતિન પંડ્યાએ સ્વાગત કરેલ. આ કાર્યક્રમમાં સ્કુલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય અને પૂર્વ સારસ્વત એચ.એમ.ઘોરી તેમજ શાળાનાં શિક્ષક ભવનાગીરીભાઇ ગોસ્વામી તથા રિતુબેન ચુડાસમા, મંજુલાબેન ચૌહાણ, પારૂલબેન ગોસાઇ અને હાર્દિક વાજા ઉપસ્થિત રહ્યા હતા.