રાજુલા નગરપાલિકા દ્વારા છેલ્લા દોઢ વર્ષથી પૈસા ફેંકો તમાશા દેખોનો ખેલ ચાલી રહ્યો છે. ત્યારે દોઢ વર્ષમાં ચાર ચાર પ્રમુખો બદલાય ત્યારે હજુ પણ કામ કરતા ભવાઇ વધારે થતા પ્રજામાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે તાજેતરમાં લાખો રૂપિયાના બિલ બાબતે આરટીઆઇ કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલા નગરપાલિકામાં તાજેતરમાં ઇમરાનભાઇ દ્વારા આરટીઆઇ કરવામાં આવી છે. રાજુલા રસ્તાઓમાં મોરામ પાથરવામાં આવી છે જેમાં લાખો રૂપિયાના બિલ ચૂકવાયા છે. જેમાં મંગાયેલી માહિતી મુજબ રાજુલા નગરપાલિકાના માટીકામ થયેલ હોય તેની ટેન્ડર પ્રક્રિયા થયેલ છે તેની નકલ તેમાં કેટલા ફેરા ક્યાં વિસ્તારમાં નાખેલા છે. તેના ખર્ચની વિગત કેટલી તા.૦૪-૦૬ થી ૩૦-૦૬ સુધીમાં રાજુલા નગરપાલિાક ક્યા ક્યાં બિલ મુકાયા છે તેની વિગત માંગવામાં આવી છે તાજેતરમાં લોકોના પ્રશ્નો સાંભળવાના બહાના હેઠળ નગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે બાબતની ખર્ચની વિગત માંગવામાં આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો ત્યારે નગરપાલિકામાં ૧૪ સભ્યો સસ્પેન્ડ થતા તેના સ્ટેની કાર્યવાહિ ચાલુ છે ત્યારે હાલ ફરીથી રાજુલા નગરપાલિકામાં ભવાઇ શરૂ થતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
પાલિકા પ્રમુખ શું કહે છે ?
આ બાબતે પાલિકાના પ્રમુખ કાંતાબેન કિશોરભાઇ ધાંખડાએ જણાવ્યું હતું કે કોઇ જાતની ગેરરીતી કે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થતો નથી કોઇપણ વેપારી આવીને માહિતી મેળવી શકે છે બાકી આ માહિતી પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે છે અમને બદનામ કરવા માટે છે.