સિહોર માં મોંઘીબાની જગ્યામાં,ગૌતમેશ્વર, અગિયાળી આશ્રમ, વાકયા હનુમાનજી આંબલા, ગણેશ આશ્રમ ,દાનેવ આશ્રમ સણોસરા, ભારતી આશ્રમ ચોગઠ, તાપડીયા આશ્રમ બેકડી ગોપાલ આશ્રમ દેવગાણા તથા ભીલેશ્વરી આશ્રમ ટાણા સહિત સમગ્ર સિહોર શહેર તથા તાલુકાના તમામ આશ્રમો તથા ધર્મસ્થાનો પર ગુરુઓના આશીર્વચન મેળવવા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી
બપોર બાદ ચંદ્રગ્રહણની અસર હોવાથી મોટાભાગના મંદિરો બંધ રહેવાના હોય સવારથી બપોર સુધી ધાર્મિક સ્થળોમાં રીતસરની દર્શનમાટે લાઈનો લાગી હતી ત્યારે દરેક આશ્રમના સંતો મહંતો એ દર્શનાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા તથા ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું
આજના દિવસે ખાસ દરેક સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ગુરુઓના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા સિહોર ના ગુરુઓના પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી
આ સંસારની કાંટાળી કેડીમાંથી પસાર થઈ ભવ પાર ઉતરવું હોય તો ગુરુના ચરણોમાં હંમેશા રહેવું અને ગુરુએ બતાવેલા રાહ ઉપર ચાલવાથી આવનારી મુશ્કેલીનો રસ્તો આપોઆપ થઈ જાય છે ત્યારે ગુરુ ભક્તિ, ગુરુ ચરણ, ગુરુનું સાનિધ્ય, ગુરુના આશ્રમે સેવપૂજા, ગુરુના આશ્રમે ભજન કીર્તન આવું બધું કરવાથી આ માયારૂપી દેહનું શરીર ક્ષણ ભંગુર છે જેને સંતના ચારણથી જ મુક્તિનો મારગ મળે છે.
આજે પવિત્ર અને સુંદર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા જેની આપણા ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વ બતાવ્યું છે ત્યારે એ ધર્મગ્રંથ વાંચવાનો સમય આ દેહરૂપી શરીરને સમય નથી મળવાનો ત્યારે આ સંસાર સાગરની નાવડીને પાર કરવા માટે ગુરુના ચરણમાં શીશ નમાવી બે કરકમલ જોડી વંદન કરવાથી આ જીવે કરેલા અસંખ્ય પાપ કે થોડાઘણાં ઓછા થાય.
ગુરુપૂર્ણિમા નિમિતે ભક્તિનો માહોલ સર્જાયો હતો ઠેર ઠેર ગુરુની પૂજા અર્ચના અને પ્રસાદરૂપી ગુરુના આશીર્વાદ મેળવવા માનવ મહેરામણ પોત પોતાના ગુરુના ચરણોમાં વંદન કરીને ધન્યતા અનુભવેલ છે ત્યારે કહેવું પડે કે”સંત ન હોત સંસારમે, જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મે ઠારત ઠામો ઠામ.”