શહેરના વાઘાવાડી રોડ પર આવેલ માધવ દર્શન કોમ્પલેક્ષમાં ત્રીજા માળેથી છલાંગ લગાવી આજે સાંજના સુમારે એક આધેડે આપઘાત કરતા લોકોનાં ટોલા ઉમટી પડ્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતા લોહીયાળ હાલતે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના માધવદર્શન કોમ્પલેક્ષમાં ત્રીજા માળેથી સાંજના સુમારે એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર લોહીયાળ ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. ઘટના બનતા કોમ્પલેક્ષનાં લોકો સહિત ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરતાા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ. તપાસ કરતા મૃતક શહેરનાં બોરડીગેટ વિસ્તારમાં ડા.જોગદીયાના દવાખાના વાળા ખાંચામાં પંકજ સોસાયટીમાં રહેતા દલપતભાઇ સામતભાઇ મારૂ હોવાનું ખુલ્યું હતું. પોલીસે જરૂરી કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પીટલ ખસેડી હતી.