તક્ષશીલા એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુરૂપૂર્ણિમાની ત્રિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવેલ.
જેમાં ધો.૧ થી ૧૦ અને ૧૧-૧૨ (આર્ટસ, કોમર્સ, સાયન્સ) તેમજ બી.કોમ. અને બી.એસ.સી. અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ શિષ્ય પરંપરા વિષય પર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં નાટકો, ગુરૂ પૂર્ણિમા પર્વનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ વિષય પર વક્તવ્ય તેવી વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ. ઉપરોક્ત કાર્યક્રમમાં શિક્ષકો, આચાર્ય તથા ટ્રસ્ટીઓ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનાં અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા સર્વે ગુરૂજનો સાથે પર્યાવરણ જાળવણીના ભાગરૂપે વૃક્ષો વાવો અને તેનું જતન કરવા સંકલ્પ કરી સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.